ટંકારા તાલુકાનાં લજાઇ ગામ નજીક
જામનગર નજીક દરેડમાં રહેતા મૂળ બિહારના વતની પરપ્રાંતિય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે
મોરબી, જામનગર : ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક બાઈક લઈને પ્રૌઢ જતા હતા.
ત્યારે કારના ચાલકે બાઈકને ટક્કર મારતા તેમાં મોત થયું હતું.
દરેડમાં ગળાફાંસો ખાતા યુવાનનું મોત
ટંકારાના નસીતપર ગામના રહેવાસી માધવજીભાઈ અઘારા પોતાનું
બાઈક લઈને જતા હતા. ત્યારે લજાઈ ગામે હોટેલ સામે સ્વીફ્ટ ડીઝાયર કાર ના ચાલકે
બાઈકને ઠોકર મારતા બાઈક ચાલક માધવજીભાઇ પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત
થયું હતું. ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મૂળ બિહાર રાજ્યના બેગમપુર નો વતની અને હાલ જામનગર નજીક
દરેડમાં રહીને મજૂરી કામ કરતો અનંતકુમાર આનંદ મહંતો (ઉં.વ. ૪૫) કે જે ગઈકાલે
પોતાના રહેણાંક મકાનમાં લોખંડની આડશમાં દોરી બાંધી ગળાફાંસા ખાઇ આપઘાત કરી લીધો
હતો. આ બનાવ અંગે દરેક વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા શિવપ્રસાદ વલીસિંહ
કુશવાહાએ પોલીસને જાણ કરતાં પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી
ગયો હતો, અને શ્રમિક યુવાનના મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ
તપાસ હાથ ધરી છે.