IPL 2024 : ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની 61મી મેચમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રૉયલ્સને 5 વિકેટથી હરાવ્યું. 12 મે (રવિવાર)ના રોજ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાને ચેન્નઈને જીત માટે 142 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ચેન્નઈએ 18.2 ઓવરમાં હાંસલ કરી લીધો. ચેન્નઈની હાલની સીઝનમાં 13 મેચોમાં સાતમી જીત છે. તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ રાજસ્થાન રૉયલ્સની આ 12 મેચોમાં ચોથી હાર છે.

ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા રાજસ્થાન રૉયલ્સે 5 વિકેટના નુકસાન પર 141 રન બનાવ્યા. રાજસ્થાન રૉયલ્સ માટે રિયાન પરાગે 35 બોલ પર અણનમ 47 રનોની ઈનિંગ રમી. રિયાને પોતાની ઈનિંગમાં ત્રણ છગ્ગા સિવાય એક ચોગ્ગો લગાવ્યો. ધ્રુવ જુરેલે પણ બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 18 બોલ પર 28 રનની ઈનિંગ રમી. ચેન્નઈ માટે સિમરજીત સિંહે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી. તો તુષાર દેશપાંડેને બે સફળતા મળી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *