ટ્રીપ એલાયન્સ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો ફરારપોર્ટુગલ, ઓમાન, જર્મનીના પેકેજના નામે ઠગાઈટુરના આગળના દિવસે જ સંચાલકો તાળા મારી ફરાર થઇ ગયા
સુરતના વેસુમાં વિદેશ ટુરના નામે ઠગાઈ કરવામાં આવી છે. જેમાં સસ્તા પેકેજની લાલચ આપી 50થી વધુ સાથે ઠગાઈ કરાઇ છે. ટ્રીપ એલાયન્સ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો ફરાર થઇ ગયા છે. તેમાં પોર્ટુગલ, ઓમાન, જર્મનીના પેકેજના નામે ઠગાઈ આચરી હતી. તેમજ દુબઇ, સિંગાપોર ફરવા જવા સસ્તા પેકેજની લાલચ આપી હતી.
ટુરના આગળના દિવસે જ સંચાલકો તાળા મારી ફરાર થઇ ગયા
ટુરના આગળના દિવસે જ સંચાલકો તાળા મારી ફરાર થઇ ગયા છે. જેમાં રૂપિયા 45 લાખથી વધુ પડાવી ટુર સંચાલકો રફુચક્કર થયા છે. તેમાં અમદાવાદ, વડોદરા, અંકલેશ્વરના લોકો ભોગ બન્યા છે. તેમજ વેસુ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રીપ એલાયન્સ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો રૂપિયા લઇ ઓફિસને રાતો રાત તાળા બંધી કરી ફરાર થઈ ગયા છે.
યાત્રાએ જવું હોઇ ઓનલાઇન સર્ચ કર્યું અને ભરાયા
અગાઉ રાજકોટમાં નિવૃત ડે. ઈજનેર સાથે લાખોની ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી હતી. જેમાં સિંચાઇ ખાતાના નિવૃત ડે. એન્જિનિયર અને તેમના ગ્રુપના 22 લોકોને ચારધામ યાત્રાએ જવું હોઇ ઓનલાઇન સર્ચ કર્યું હતું. બાદમાં અતિથી ટ્રીપ હોલીડેના પ્રદિપ શર્માનો સંપર્ક કર્યો હતો. તેમણે પેકેજ બુકિંગના નામે રૂપિયા 6,66,999 માંગતા ડે. ઇજનેરે ચૂકવી આપ્યા હતા. પ્રદીપ શર્માએ પેકેજ મુજબ હરિદ્વારમાં તમામ બુકિંગ થઈ ગયું હોવાનું કહેતા 22 લોકો હરિદ્વાર પહોંચ્યા હતા. જો કે, હરિદ્વાર જતાં ત્યાં કોઇ ટૂર પેકેજ બુકિંગ ન મળતાં છેતરાયાની જાણ થઈ હતી. જેને પગલે પોતાના ખર્ચે ચારધામની યાત્રા પુરી કરી રાજકોટ આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ટુર માટે એક વ્યક્તિ દીઠ રૂ. 30 હજારની ફી જણાવી હતી
રાજકોટની ગુરૂપ્રસાદ સોસાયટીમાં રહેતા નિવૃત ડેપ્યુટી એન્જિનીયર પ્રદીપભાઈ ઉપેન્દ્રભાઈ રાવલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે નિવૃત છે. ચારધામ યાત્રાએ જવાનો વિચાર આવતા ઈન્ટરનેટ દ્વારા ઓનલાઈન પેકેજ સર્ચ કર્યા હતા. જેમાં અતિથી ટ્રીપ હોલીડેઝ નામની ટૂર કંપની જોવા મળી હતી. જેમાં પ્રવિણ શર્માના નામથી મોબાઇલ નંબર હોય તેના પર કોન્ટેક્ટ કર્યો હતો. જેથી ફોન રિસીવ કરનારે ચારધામ યાત્રાની ટૂર માટે એક વ્યક્તિ દીઠ રૂ. 30 હજારની ફી જણાવી હતી.