10th Board Result Jamnagar : હાલારના બન્ને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ-10નું આજે પરિણામ આવ્યું છે. જેમાં જામનગર જિલ્લામાં ધોરણ 10 નું 82.31 ટકા જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 10 નું 79.90 ટકા પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં ધ્રોલ કેન્દ્રનું સૌથી વધુ 90.97 ટકા જયારે સિક્કા કેન્દ્રનું સૌથી ઓછું 72.88 ટકા પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં 640 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 137 વિદ્યાર્થી એ-1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે.
જામનગર જિલ્લામાં ધોરણ 10 માં 13437 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી 13349 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને 64 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. જે પૈકી 640 વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા હતા, જ્યારે 1998 વિદ્યાર્થી એ-2 ગ્રેડ સાથે પાસ થયા હતા. ઉપરાંત બી-1 માં 2૫08 વિધાર્થી અને બી-2 માં 2636 વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે સી-1 માં 2220 વિદ્યાર્થી, સી-2 માં 938 વિદ્યાર્થી, ડી માં 48 અને ઇ-1 માં 1494 અને ઇ-2 માં 867 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા, અને 82.31 ટકા પરિણામ આવ્યું છે.
દેવભૂમી દ્વારકા જિલ્લામાં ધોરણ 10 માં 6707 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી 6673 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને 34 વિદ્યાર્થી ગેર હાજર રહ્યા હતા.
જે પૈકી 137 વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા હતા, જ્યારે 816 વિદ્યાર્થી એ-2 ગ્રેડ સાથે પાસ થયા હતા. ઉપરાંત બી-1 માં 1237 વિધાર્થી અને બી-2 માં 1488 વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે સી-1 માં 1161 વિદ્યાર્થી, સી-2 માં 469 વિદ્યાર્થી, ડી માં 24 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. ઉપરાંત ઇ-1માં 872 વિદ્યાર્થી અને ઈ-2 માં 469 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા, અને 79.90 ટકા પરિણામ આવ્યું છે.
જામનગર જિલ્લામાં ટકાવારી પ્રમાણે વાત કરવામાં આવે તો ધ્રોળ કેન્દ્રનું સૌથી વધુ 90.97 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સિક્કા કેન્દ્રનું સૌથી ઓછું 72.88 ટકા પરિણામ આવ્યું છે.