અમદાવાદ, શુક્રવાર,10 મે,2024
નવા શૈક્ષણિક વર્ષના આરંભથી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ
બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરતા ૮૮ હજાર બાળકોને ૨૦૦ મિલીલીટર દૂધ આપવા તંત્ર દ્વારા
નિર્ણય કરવામાં આવ્યો છે. બાલવાટીકાથી ધોરણ-ચાર સુધીના બાળકોને દર બીજા દિવસે ૨૦૦ મિલીલીટર દૂધ આપવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત બાલવાટીકા અને
ધોરણ-એકથી ચાર સુધીના બાળકોને રાજય સરકાર તરફથી મધ્યાહન ભોજન અંતર્ગત ભોજન આપવામાં
આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ રીવ્યૂ બેઠકમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ
હસ્તકની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને દર
બીજા દિવસે ૨૦૦ મિલીલીટર દૂધ મળી રહે એ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.સ્ટેન્ડિંગ
કમિટિ ચેરમેને કહયુ, સ્કૂલ
બોર્ડ સંચાલિત બાલવાટીકાથી ધોરણ-ચાર સુધી અભ્યાસ કરતા હોય એવા ૮૮ હજાર બાળકો છે. આ
તમામ બાળકોને દૂધ એ એક સંપૂર્ણ આહાર છે. આ કારણથી દર બીજા દિવસે આ બાળકોને ૨૦૦
મિલીલીટર દૂધ મળી રહે એ માટે વાર્ષિક રુપિયા દસ કરોડનો ખર્ચ થાય એમ છે.જે અંગે
મ્યુનિસિપલ કોર્પોરેશનના મંજૂર કરવામાં આવેલા વાર્ષિક બજેટમાં આ રકમની ફાળવણી પણ
કરવામાં આવી છે.