Image: Facebook

Saudi Arab Aquarabia: સાઉદી અરેબિયા મિડલ ઈસ્ટનું સૌથી મોટું વોટર થીમ પાર્ક બનાવવા જઈ રહ્યું છે. આ માટે તૈયારીઓ પૂરી કરવામાં આવી ચૂકી છે. 

રિપોર્ટ અનુસાર આ વોટર પાર્કનું નામ ‘એક્વેરબિયા’ નક્કી કરવામાં આવ્યું છે.

વોટર પાર્કમાં જે ચાર બાબતો સૌથી અનોખી હશે. તેમાં વિશ્વનું સૌથી ઊંચુ વોટર કોસ્ટર, સૌથી ઊંચી ડ્રોપ બોડી સ્લાઈડ, સૌથી ઊંચી વોટર સ્લાઈડ અને સૌથી લાંબુ મેટ રેસર સામેલ છે.

એક્વેરબિયા પાર્કમાં પહેલી અંડરવોટર એડવેન્ચર રાઈડ પણ રહેશે. તેમાં સબમર્સિબલ વાહનો (એવા વાહન, જેનો ઉપયોગ અંડરવોટર કરવામાં આવશે) પણ હશે. એક્વેરબિયા વિશ્વભરના લોકોની વચ્ચે મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે. આ દેશની અર્થવ્યવસ્થાને વેગ આપશે અને પર્યટનને વધારશે. 

પાર્કમાં લગભગ 22 એડવેન્ચર રાઈડ્સ હશે. જ્યાં ફેમિલી અને બાળકોની સાથે લોકો મસ્તી કરી શકશે. તેમને એક્વેટિક એક્ટિવિટીઝનો આનંદ માણવા મળશે.

કિદ્દિયા ઈન્વેસ્ટમેન્ટ કંપની (ક્યૂઆઈસી)ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના નિવેદન અનુસાર સાઉદી અરેબિયાના કિદ્દિયા શહેરમાં આ પ્રકારનું પહેલુ વોટર પાર્ક હશે.

રિપોર્ટ અનુસાર આ વોટર સ્પોર્ટ્સ ઝોનમાં રાફ્ટિંગ, કાયાકિંગ, કેનોઈંગ, ફ્રી સોલો ક્લાઈમબિંગ, ક્લિફ જમ્પિંગ અને સર્ફ પૂલ (સાઉદી અરેબિયાનો પહેલો) જેવી એક્ટિવિટીઝ કરાવવામાં આવશે.

પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવી રહેલુ આ વોટરપાર્ક વર્ષ 2025માં સામાન્ય લોકો માટે ખુલશે. હાલ તેની ઓપનિંગની તારીખ સામે આવી નથી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *