Madhya Pradesh Lok Sabha Elections 2024 : કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રતલામના લોકસભા ઉમેદવાર કાંતિલાલ ભૂરિયા (Kantilal Bhuria)એ ચોંકાવનારનું નિવેદન કર્યું છે. તેમણે બે પત્નિવાળાોને બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પ્રદેશ અધ્યક્ષ જીતૂ પટવારી (Jitu Patwari) અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ (Digvijaya Singh)ની ઉપસ્થિતમાં ભૂરિયાએ આપેલું નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

ભૂરિયાના વિવાદાસ્પદ નિવેદન પ્રદેશ અધ્યક્ષનું સમર્થન

મધ્યપ્રદેશના કદાવર આદિવાસી નેતા કાંતિલાલ ભૂરિયાએ ગુરુવારે એક જનસભા સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું કે, ‘જેમની બે પત્ની છે, તેમને દર વર્ષે બે લાખ રૂપિયા અપાશે. આ ઉપરાંત કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં તમામ મહિલાઓના એકાઉન્ટમાં એક-એક લાખ રૂપિયા આપવાની વાત કહેવાઈ છે.’ ભૂરિયાના વિવાદાસ્પદ નિવેદનની ખાસ વાત એ છે કે, પ્રદેશ અધ્યક્ષ જીતૂ પટવારીએ પણ તેમની જાહેરાતને સમર્થન આપ્યું છે.

‘જેમની બે પત્નીઓ છે, તેમને ડબલ…’

રતલામના સેલામાં યોજાયેલી ચૂંટણી સભામાં ઉપસ્થિત રહેલા જીતૂ પટવારીએ ભૂરિયાના નિવેદનને સમર્થન આપ્યું અને કહ્યું કે, ‘તમારા ભાવી સાંસદ ભૂરિયાજીએ ભયંકર ઘોષણા કરી છે. જેમની બે પત્નીઓ છે, તેમને ડબલ.

ભૂરિયાએ વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન

કોંગ્રેસ (Congress) ઉમેદવાર ભૂરિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર નિશાન સાધતા કહ્યું કે, ‘વડાપ્રધાન કહે છે કે, અબકી બાર, 400 પાર… શું મતદારો તમારા ખિસ્સામાં છે, જે તમને 400 પાર કરી દેશે. તેઓ પહેલા કહેતા હતા કે, મને વડાપ્રધાન બનાવી દો, તો હું બે કરોડ યુવાઓને નોકરી આપીશ. 15-15 લાખ રૂપિયા એકાઉન્ટમાં જમા કરાવીશ. 400-500 રૂપિયા જમા કરીને એકાઉન્ટ ખોલાવ્યા, પરંતુ એકપણ પૈસો જમા ન થયો. મોદીએ એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયા જમા કરી લીધા. તેથી જ તમારે જોવાનું છે કે, વડાપ્રધાન યુવાઓનું પણ ભલુ કર્યું નથી અને મહિલાઓનું પણ નહીં.’

‘વડાપ્રધાને દેશને બરબાર કરી નાખ્યો’

તેમણે કહ્યું કે, ‘BJPના લોકો મુંગેરીલાલના હસીન સપના જોઈ રહ્યા છે. વડાપ્રધાને દેશને બરબાર કરી નાખ્યો. આપણા આદિવાસી સમાજના લોકોનું અપમાન કરાવનું કરામ કર્યું. ભાજપા નેતાઓએ આદિવાસી પરિવારના લોકોને 10 ફુટા ખાડામાં ડાટી દીધા. દેવાસ જિલ્લામાં બે વર્ષની દિકરીને જીવતી ડાટી દેવાઈ, જ્યારે ભાજપ નેતાએ સીધીમાં આદિવાસી ભાઈ પર પેશાન કર્યો હતો, ત્યારે તેઓ મૌન રહ્યા.’

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *