Image: Twitter
Air India Express Crisis: સેંકડો કર્મચારીઓ અચાનક રજા પર જવાના કારણે મુશ્કેલીમાં મુકાયેલી એરલાઇન કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસના મામલામાં એક નવું અપડેટ સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે કંપનીએ આગામી કેટલાક દિવસો માટે દરરોજ 40 ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. આ દરમિયાન, રાહતના સમાચાર એ છે કે, કંપનીને ગ્રુપની પોતાની એર ઈન્ડિયા પાસેથી ઘણા રૂટ પર ફ્લાઈટ્સ ચલાવવામાં મદદ મળવા જઈ રહી છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસ અપડેટ
અહેવાલો અનુસાર, ટાટા ગ્રૂપની ઓછી કિંમતની ઉડ્ડયન સેવાઓ આપતી કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસે 13 મે સુધી દૈનિક 40 ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ તેના અપડેટમાં માહિતી આપી છે કે તાજેતરની કટોકટીના કારણે ગુરુવારે તેની 74 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
આગળ કંપનીએ કહ્યું કે, તે 292 ફ્લાઈટ્સ ઓપરેટ કરી રહી છે. તેને 20 રૂટ પર ફ્લાઇટના સંચાલનમાં એર ઈન્ડિયા પાસેથી મદદ મળવાની છે.
હવે ટાટા ગ્રુપનો ભાગ
એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ બંને હવે ટાટા ગ્રુપનો ભાગ છે. જ્યારે એર ઇન્ડિયા સ્ટેંન્ડર્ડ ડોમેસ્ટિક વ ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સંચાલન કરે છે. ત્યારે એર ઇન્ડિયાનું ફોકસ સસ્તું ઉડ્ડયન સેવાઓ પર છે.
વહેલી સવારે એએનઆઈએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે એર ઈન્ડિયા એક્સપ્રેસે 25 કેબિન ક્રૂ મેમ્બર્સને નોકરીમાંથી છૂટા કર્યા છે. જ્યારે કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 30 લોકોને નિકાળી દેવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે તે સેંકડો કર્મચારીઓમાં સામેલ છે જેઓ બુધવારે અચાનક સિક લીવ પર ગયા હતા.
આ રીતે કંપનીની કટોકટી શરૂ થઈ
એર ઈન્ડિયા એક્સપ્રેસની આ સમગ્ર કટોકટી બુધવારે શરૂ થઈ હતી, જ્યારે તેના લગભગ 300 કર્મચારીઓ ડ્યૂટી પહેલા રજા પર ઉતરી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમાંથી મોટાભાગના લોકોએ સિક લીવ માટે અરજી કર્યા પછી તેમના ફોન બંધ કરી દીધા હતા. કંપનીએ 25-30 લોકોને ડ્યુટી માટે જાણ ન કરવા અને ખરાબ વર્તનને કારણે મુસાફરોને મુશ્કેલી ઊભી કરવા બદલ નોકરીમાંથી કાઢી મૂક્યા છે.