Image: Deepika padukon Instagram
Ranveer Singh and Deepika Padukone: એક્ટર રણવીર સિંહે તેના અને દીપિકા પાદુકોણના લગ્નની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હટાવી દીધી છે. જે બાદ ફેન્સ આ કપલને લઇને અક અટકળો લગાવવાની શરુ કરી છે. જોકે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના પરિવારમાં ટૂંક સમયમાં એક નવો મહેમાન જોડાવા જઈ રહ્યો છે. તેની પ્રેગ્નન્સી વચ્ચે અભિનેત્રીએ પણ કામમાંથી બ્રેક લીધો છે. હાલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમના બેબીમૂન માટે ચર્ચામાં છે. તાજેતરમાં તેમની તસવીરો પણ વાયરલ થઈ હતી.
શા માટે લગ્નના ફોટા કર્યા ડિલીટ?
રણવીર સિંહના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી તેના અને દીપિકા પાદુકોણના લગ્નની તમામ તસવીરો ગાયબ થતા ફેન્સ ટેન્શનમાં આવી ગયા હતા, જેથી રણવીર સિંહની ટીમના સૂત્રોએ એક નિવેદન જારી કરીને જાણકારી આપી છે કે, ‘અમારા વચ્ચે બધું બરાબર છે.’ જો કે રણવીરે 2023 પહેલાની તમામ પોસ્ટ છુપાવી દીધી છે. આ દરમિયાન તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લગ્નની તસવીરો પણ હટાવી દીધી હતી.
રણવીર સિંહના લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પરથી ગાયબ થયા બાદ એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ‘આ રણવીરનો પબ્લિસિટી સ્ટંટ હતો.’ જો કે માત્ર લગ્ન જ નહીં, પરંતુ 2023 પહેલાની તમામ પોસ્ટ રણવીર સિંહના એકાઉન્ટમાંથી ગાયબ છે.
આ કપલ ફરી સિંઘમમાં જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બંને ટૂંક સમયમાં ‘સિંઘમ અગેઇન’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન રોહિત શેટ્ટી કરી રહ્યા છે, જે આ વર્ષે દિવાળીમાં રિલીઝ થશે.