Lok Sabha Election : વડોદરામાં અનેક સ્થળોએ બોગસ મતદાન થયાની બૂમો ઊઠી છે ત્યારે ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં એક યુવકને આવો જ અનુભવ થયો છે.
માર્કેટ નજીક આવેલી મધ્યવર્તી સ્કૂલમાં મત આપવા માટે બકરાવાડીનો અક્ષય માછી આઈડી પ્રુફ લઈને કતારમાં ઊભો હતો. એકાદ કલાક બાદ તે બુથમાં ગયો ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસરે તેનું મતદાન સવારે જ થઈ ચૂક્યું હોવાનું જણાવ્યું હતું.
યુવકે તેના હાથમાં શાહીની નિશાની નહીં હોવાનું દર્શાવ્યું હતું અને મતદાન મથકની નોંધબુકમાં વેરિફિકેશન કરવા કહેતા ત્યાં જુદું જ આઈડી પ્રૂફ દર્શાવવામાં આવ્યું હતું. યુવકે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ તેનું પરિણામ શૂન્ય આવ્યું હતું. આ પ્રકારના બનાવો બીજા પણ સ્થળે બન્યા હોવાની વિગતો જાણવા મળી છે.