5 દિવસમાં સૌરાષ્ટ્ર- ગુજરાત સિવાય દેશભરમાં માવઠાંની આગાહી  : અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુ.નગર 41 સે., ભાવનગર, સુરતમાં સામાન્યથી ઘણુ અધિક તાપમાન : હજુ આજથી 2થી 3 સે.પારો ઉંચકાશે

રાજકોટ, : આવતીકાલે લોકશાહીનું મહાપર્વ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ગુજરાતમાં ખાસ કરીને દક્ષઙિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠાળ વિસ્તારમાં અકળામણ અનુભવાય તેવા ગરમ-ભેજયુક્ત હવામાનની આગાહી જારી થઈ છે. આજે પણ રાજ્યમાં બફારો અનુભવાયો હતો. આ ગરમીની અસર મતદાન પર પડવાની સંભાવના છે, મતદાનના વલણ મૂજબ સવારે ૮થી ૧૨ દરમિયાન મતદારોનો ધસારો રહેવા અને બપોર પછી ધીમુ પડવાનો અંદાજ છે. 

રાજ્યમાં ખાસ કરીને  સુરત, ભાવનગર અને દિવમાં સામાન્યથી ઘણુ વધારે તાપમાન રહ્યુ હતું અને ત્યાં આવતીકાલે હીટવેવ જારી રહેવાની ચેતવણી જારી કરાઈ છે. જ્યારે મૌસમ વિભાગ અનુસાર સમગ્ર રાજ્યમાં આવતીકાલથી તાપમાનમાં ૨થી ૩ સે.નો વધારો થવાની અને એકંદરે સૂર્યપ્રકાશિત હવામાન રહેવાની આગાહી છે. 

સમગ્ર દેશનું હવામાન જોઈએ તો ઉત્તર પ્રદેશ, ઉત્તર પૂર્વ બિહાર અને  આસામ, ઝારખંડ વગેરેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે, ઝારખંડથી મધ્યપ્રદેશ અને અને વિદર્ભથી તમિલનાડુ વચ્ચે હવાનું નીચું દબાણનો વિસ્તાર ટ્રોફ સર્જાયેલ છે, હાલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જારી છે અને તા. 9 મેના વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત પર ત્રાટકી રહ્યું છે જેની અસર રૂપે તા.૭ થી તા. 12 મે સુધી દેશમાં માત્ર ગુજરાત અને સૌરાષ્ટ્રને બાદ કરતા તમામ સ્થળોએ પાંચ દિવસમાં છૂટાછવાયા સ્થળે માવઠાંની આગાહી છે એક માત્ર ગુજરાતમાં સુકુ હવામાન રહેશે. 

આવતીકાલે હીટવેવની આગાહીના પગલે ચૂંટણી તંત્રે પણ સૂરજ ભલે ગમે એટલો તપે, ગુજરાતી મતદાન કર્યા વગર ન ઝંબે તેવું સૂત્ર વહેતું કર્યું છે. જિલ્લા પ્રશાસન દ્વારા કેટલાક બુથ ઉપર એરકૂલરની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ આજે પણ ધોમધખતા તાપમાં ચૂંટણી પંચને થોડી રાહત થાય તે માટે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *