અમદાવાદ,શનિવાર,4
એપ્રિલ,2024

અમદાવાદના વટવા વોર્ડમાં આવેલા ગુજરાત ઓફસેટની પાછળ
મ્યુનિ.ની ડ્રેનેજ લાઈનમાં ગેરકાયદે જોડાણ કરી કેમિકલ વાળુ પાણી છોડવામા આવતુ
હતુ.માર્ચ મહિનામાં મ્યુનિ.તંત્રે ભારત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પાંચ ગેરકાયદે
કનેકશન કાપ્યા હતા.૧૫ માર્ચે આ યુનિટને સીલ કરી ગંદુ કેમિકલવાળુ પાણી મ્યુનિ.ની
ડ્રેનેજ લાઈનમા ના છોડવા બાંહેધરી પત્ર લેવાયા હતા. આમ છતાં હાલમાં પણ મ્યુનિ.ની
ડ્રેનેજ લાઈનમાં કેમિકલવાળુ પાણી છોડાઈ રહયુ છે.આ કૌભાંડની તપાસ કરવા રાજયના પાણી
પુરવઠા મંત્રીએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવો પડયો છે.

દક્ષિણ ઝોનના વટવા વોર્ડમાં ભારત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ
દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ લાઈનમાં ગેરકાયદેસર જોડાણ કરીને કેમિકલવાળુ
પાણી છોડવા અંગે મ્યુનિ.તંત્રે અગાઉ ૨૧ ડીસેમ્બર-૨૦૨૩ના રોજ કાર્યવાહી કરી
હતી.બાદમાં ૯ માર્ચ-૨૦૨૪ના રોજ મ્યુનિ.ની ડ્રેનેજલાઈનમાં કોમર્શિયલ એકમો દ્વારા
છોડવામા આવતા કેમિકલવાળા પાણીને રોકવા ગેરકાયદે કનેકશન દૂર કરવામા આવ્યા હતા.આમ
છતાં ૧૫ માર્ચના રોજ કોમર્શિયલ એકમો દ્વારા મ્યુનિ.ડ્રેનેજ લાઈનમાં ગંદુ કલરવાળુ
પાણી છોડવામા આવતુ હોવાનુ તંત્રના ધ્યાનમા આવતા પાંચ કનેકશન કાપીને આ એકમો
મ્યુનિ.ડ્રેનેજલાઈનમા કેમિકલવાળુ પાણી નહિં છોડે એ પ્રકારનુ બાંહેધરી પત્ર લેવાયા
બાદ પણ હાલમા પણ આ એકમો દ્વારા કેમિકલવાળુ પાણી મ્યુનિ.ડ્રેનેજ લાઈનમાં ગેરકાયદે
નાંખવામા આવે છે.વટવા વોર્ડના ડેપ્યુટી સીટી ઈજનેર અનિલ પ્રજાપતિને પુછતા તેમણે
કહયુ
,અમારી
કામગીરી મ્યુનિ.લાઈનમા કોમર્શિયલ એકમો દ્વારા કરવામા આવેલા ગેરકાયદે જોડાણ શોધવાની
છે.કેમિકલ વાળા પાણીમા કયુ કેમિકલ હતુ એ તપાસનો વિષય અમારો નથી.દક્ષિણ ઝોનના
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવ ચોધરીનો સંપર્ક કરતા તેમણે કહયુ
, આ બાબત અંગે મને
વધુ કોઈ માહિતી નથી.હું તપાસ કરીને જવાબ આપીશ.

રાજયના પાણી પુરવઠા મંત્રીએ મ્યુનિ.ને કૌભાંડની તપાસ કરવા
કહયુ

વટવા વોર્ડમા મ્યુનિ.ની ડ્રેનેજ લાઈનમાં ગેરકાયદે જોડાણ કરી
કેમિકલવાળુ પાણી નાંખવાનુ કૌભાંડ ચાલી રહયુ છે.આ કૌભાંડ અંગે તપાસ કરવા રાજયના
પાણી પુરવઠા મંત્રીએ ૮ એપ્રિલ-૨૦૨૪ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવો
પડયો છે.

કેમિકલવાળુ પાણી છોડવાની પેનલ્ટી માત્ર રુપિયા સાત હજાર

મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ તરફથી
મ્યુનિ.ડ્રેનેજ લાઈનમાં ગેરકાયદે જોડાણ કરી કેમિકલવાળુ પાણી છોડવા બદલ ૨૩  માર્ચ-૨૦૨૪ના રોજ દિયા વોશ પાસેથી રુપિયા પાંચ
હજાર તથા શિવમ વોશ પાસેથી રુપિયા બે હજાર પેનલ્ટી રુપે વસૂલ કર્યા હતા.બાકીના ત્રણ
ગેરકાયદે જોડાણ કયા એકમે કર્યા હતા એ હજુ સુધી મ્યુનિ.તંત્ર શોધી શકયુ નથી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *