આરોપી પતિ ચેતન સોની સામે ડબલ મર્ડરનો ગુનો નોંધાયો
આર્થિક સંકડામણમાં પરિવારની હત્યાનો પ્લાન બનાવ્યો
આરોપીની પત્ની અને પિતાનું થયું હતું મોત
વડોદરામાં શેરડીના રસમાં ઝેરથી સામુહિક આપઘાતના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આરોપી પતિ ચેતન સોની સામે ડબલ મર્ડરનો ગુનો નોંધાયો છે. આર્થિક સંકડામણમાં પરિવારની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. તેમાં આરોપીની પત્ની અને પિતાનું મોત થયું હતું.
પિતા, પત્ની અને પુત્રને શેરડીના રસમાં ઝેર મિલાવી પીવડાવ્યું
ચેતન સોનીએ પત્ની, પુત્ર અને તેના પિતાને ઝેર આપ્યું હતું. જેમાં આરોપી ચેતન સોનીએ બારોબાર અંતિમવિધિ કરી નાખી હતી. હાલ પુત્ર આકાશ અને ચેતન સોનીની હાલત ગંભીર છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં કથિત સામુહિક આપઘાતના મામલે પોલીસે સોની પરિવારના મોભી ચેતન સોની સામે ડબલ મર્ડરનો ગુનો નોંધ્યો હતો. ચેતન સોનીએ પિતા, પત્ની અને પુત્રને શેરડીના રસમાં ઝેર મિલાવી પીવડાવ્યું હતુ.
આર્થિક સંકડામણમાં પરિવારની હત્યાનો પ્લાન બનાવ્યો
આર્થિક સંકડામણમાં પરિવારની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં પત્ની બિંદુ સોની અને પિતા મનોહર સોનીનું મોત થયું હતું. જેમાં તબીબોનો ડર બતાવી બારોબાર અંતિમ વિધિ પણ કરી નાખી હતી. તેમજ હાલ પુત્ર આકાશ અને ચેતન સોનીની હાલત ગંભીર છે. તેમજ પોલીસ વધુ તપાસ કરી રહી છે.