image : Freepik
Suicide Case in Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામમાં રહેતી 20 વર્ષની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
ધ્રોળ તાલુકાના મોટા વાગુદડ ગામમાં રહેતી હિરલબા વનરાજસિંહ જાડેજા નામની 20 વર્ષની યુવતીએ ગઈકાલે બપોરે પોતાના ઘેર કોઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં ધ્રોલ પોલીસની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને હિરલબાના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.
આ બનાવ અંગે મૃતકના પિતા વનરાજસિંહ પ્રભાતસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી હતી કે મૃતકની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું છે. જે સમગ્ર મામલે ધ્રોળ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.