અમદાવાદ,શુક્રવાર,3
એપ્રિલ,2024

ઓગસ્ટ-૨૦૨૦માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા અમદાવાદની
કચરાની મુખ્ય ડમ્પસાઈટને ઝીરો વેસ્ટ ડમ્પ સાઈટ બે વર્ષમાં  કરવા આદેશ આપ્યો હતો.ઉપરાંત પિરાણા ડમ્પ સાઈટને
કારણે આસપાસના વિસ્તારમાં હવાના પ્રદૂષણમાં થતા વધારા તેમજ લોકોના જાહેર આરોગ્ય
ઉપર વધતા જોખમને ધ્યાનમા લઈ સાઈટ ઉપર એકઠો થયેલા કચરાનો ઝડપથી નિકાલ થાય એ માટે
રુપિયા ૭૫ કરોડ જેટલી રકમ એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવવા રાજય સરકારનેઆદેશ આપ્યો
હતો.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ તરફથી આપવામાં આવેલી સમય મર્યાદામાં કામગીરી થઈ શકી
નહોતી.એ સમયે મ્યુનિ.તંત્રે એન.જી.ટી.એ પિરાણા ડમ્પ સાઈટને ઝીરો વેસ્ટ ડમ્પ સાઈટ
કરવા વધુ એક વર્ષના સમયની માંગ કરી હતી.૩૧ ડીસેમ્બર-૨૦૨૩ સુધીમાં ૪૦ એકર જમીન ઝીરો
વેસ્ટ ડમ્પસાઈટ કરી હોવાનો મ્યુનિસિપલ તંત્રના દાવા વચ્ચે હાલમાં પણ ડમ્પ સાઈટ ઉપર
લાખો મેટ્રીક ટન ઘન કચરો પડેલો છે.જેનો નિકાલ કરવામાં વર્ષો નીકળી જાય એમ છે.

૪૪ વર્ષથી અમદાવાદનો કચરો પિરાણા ખાતે આવેલી મુખ્ય ડમ્પસાઈટ
ખાતે એકઠો કરીને તેનો નિકાલ કરવામાં આવે છે.પિરાણા ડમ્પ સાઈટને લઈ નેશનલ ગ્રીન
ટ્રીબ્યુનલ સમક્ષ ઓગસ્ટ-૨૦૨૦માં જે  સમયે
અમદાવાદની પિરાણા ડમ્પ સાઈટની ૮૪ એકર જમીન 
બે વર્ષમાં કચરામુકત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપ્યો
હતો.એન.જી.ટી.ના આદેશ બાદ પણ ગોકળ ગતિથી થયેલી કામગીરી વચ્ચે મ્યુનિ.તંત્રની
કચરાનો નિકાલ કરવા વર્ષ-૨૦૧૯થી બાયો માઈનીંગ માટે પાયલોટ પ્રોજેકટ શરુ કરવામાં
આવ્યો હતો.નારોલ-સરખેજ હાઈવે તરફ અજમેરી ફાર્મ પાસે તેમજ એકસેલ પ્રોસેસિંગ
પ્લાન્ટની પાછળ  હાઈડમ્પ આ બે લોકેશન ઉપર
કચરાના મોટા ઢગલા હતા.હાલમાં ૩૦૦ મેટ્રીકટન ક્ષમતાના ૬૦ ટ્રોમેલ મશીન ૩.૧૧ લાખ તથા
એક હજાર મેટ્રીક ટન ક્ષમતાના દસ ઓટોમેટેડ મશીન રુપિયા ૧૧.૮૦ લાખ પ્રતિ માસના ભાવથી
ડમ્પ સાઈટ ઉપર કાર્યરત છે.

અત્યાર સુધીમાં રુપિયા સો કરોડનો ખર્ચ કરાયો

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનને આપવામા આવેલી મુદત ઓગસ્ટ-૨૦૨૨માં પુરી થઈ ગઈ હતી.બાદમાં  એન.જી.ટી.દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને ૩૧
ડીસેમ્બર-૨૦૨૩ સુધીની મુદત લંબાવી આપવામા આવી હતી.બાયો માઈનીંગ પ્રોજેકટ પાછળ
વર્ષ-૨૦૧૯થી અત્યાર સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રુપિયા સો કરોડથી પણ વધુ
રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.એક અંદાજ મુજબ હજુ વીસ લાખ મેટ્રીક ટનથી વધુ કચરો
સાઈટ ઉપર પડેલો છે.

ગ્રીન એન્વાયરોને પ્રોસેસીંગ માટે છ એકર જગ્યા અપાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન એન્વાયરો
પ્રોજેકટ પ્રા.લી.ને બાયો માઈનીંગમાંથી નીકળતા આર.ડી.એફ.ના પ્રોસેસીંગની કામગીરી
માટે છ એકર જગ્યા આપવામાં આવી છે.એજન્સી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને વાર્ષિક
રુપિયા ૫૧.૧૧ લાખ રોયલ્ટી ચુકવવામાં આવશે.એજન્સી દૈનિક ધોરણે ત્રણ હજાર મેટ્રીક ટન
આર.ડી.એફ.નું પ્રોસેસીંગ કરી  સીમેન્ટ
ઈન્ડસ્ટ્રીઝને કોફાયરીંગ તરીકે વાપરવા માટે સપ્લાય કરવામાં આવે છે.દેશભરમાં
અમદાવાદમાં આ પ્રકારનો પ્રથમ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *