– તારીખોનો મેળ નહિ હોવાનું બહાનું
– હવે કરીનાના સ્થાને બોલીવૂડની જ કોઈ એકટ્રેસની પસંદગીની શક્યતા
મુંબઇ : યશની ફિલ્મ ‘ટોક્સિક’ કરીનાએ છોડી દીધી છે. તારીખોનું બહાનું બતાવી તે આ ફિલ્મમાંથી નીકળી ગઈ છે.
ફિલ્મમાં કરીના યશની બહેનની ભૂમિકામાં હતી. તેનો રોલ પણ બહુ દમદાર હતો. પરંતુ, કરીનાએ એકવાર સંમતિ આપ્યા બાદ હવે ફિલ્મ છોડી દીધી છે. કરીના માટે સાઉથની મોટી ફિલ્મમાં આ ખાસ તક હતી પરંતુ ખરેખર તેણે તારીખોના મુદ્દે જ ફિલ્મ છોડી છે કે પછી તેને બાદમાં પોતાનો રોલ જે રીતે લખાયો હતો તે અંગે સંતોષ ન થયો તે વિશે અટકળો થઈ રહી છે.
ફિલ્મના સર્જકો કરીના જેવી જ કોઈ બોલીવૂડ હિરોઈનની વિકલ્પ તરીકે શોધ ચલાવી રહ્યા છે. યશની બહેનનો રોલ સમગ્ર ફિલ્મમાં મહત્વનો છે અને સર્જકો પાન ઈન્ડિયા ઓળખ ધરાવતી હોય તેવી કોઈ હિરોઈનની શોધ કરી રહ્યા છે.
ફિલ્મમાં હિરોઈનના અન્ય રોલ માટે કિયારા અડવાણીને અગાઉ જ પસંદ કરી લેવામાં આવી છે.