– પ્રિતી ઝિન્ટાનું આ ફિલ્મથી કમબેક થશે

– આમિર ખાને બનાવેલી ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર સંતોષીએ કર્યું છે

મુંબઇ : સની દેઓલ અન પ્રિતી ઝિન્ટાની ફિલ્મ ‘લાહો ૧૯૪૭’ આગામી વર્ષે ૨૬મી જાન્યુઆરીએ રીલિઝ કરવાની જાહેરાત કરાઈ છે. આ ફિલ્મ દ્વારા પ્રીતિ ઝિન્ટા લાંબા સમય પછી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. 

આ ફિલ્મના શૂટિંગને  જુન મહિના સુધીમાં પુરુ કરવામાં આવશે. ત્યાર પછી પોસ્ટ પ્રોડક્શન આટોપી આગામી વર્ષે રીલિઝ કરાશે.  ફિલ્મ આમિર ખાને બનાવી છે જ્યારે રાજકુમાર સંતોષીએ દિગ્દર્શન કર્યું છે. આમિર આ ફિલ્મમાં કેમિયો પણ કરી રહ્યો છે. 

ફિલ્મની કથા અનુસાર તા. ૨૬મી જાન્યુઆરીની તારીખ નક્કી કરાઈ છે. કમર્શિઅલી પણ રજાઓનો ફાયદો મળે તેવી ગણતરી છે. 

રાજકુમાર સંતોષી આમિર માટે લકી સાબિત રહ્યા છે. તેમની ‘ઘાયલ’ તથા ‘દામિની’ સહિતની ફિલ્મો સનીની કારકિર્દી માટે માઈલોસ્ટોન મનાય છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *