પાર્સલમાં બ્લાસ્ટ થતા પિતા-પુત્રીના મોત થયુઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
વડાલી તાલુકાના વેડા ગામમાં આ બનાવ બન્યો
સાબરકાંઠામાં પાર્સલમાં બ્લાસ્ટથી બેના મોત થયા છે. જેમાં પરિવારના નામે પાર્સલ ઘરે આવ્યું હતું. તેમાં પાર્સલમાં બ્લાસ્ટ થતા પિતા-પુત્રીના મોત થયુ છે. તેમજ 2 લોકો ઘાયલ થયા છે. બ્લાસ્ટમાં 9 અને 10 વર્ષની બે બાળકી ગંભીર ઈજાગ્રસ્ત થઇ હતી. જેમાથી એક દિકરીનું મોત થયુ છે. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
સાબરકાંઠાના વડાલી તાલુકાના વેડા ગામમાં આ બનાવ બન્યો
સાબરકાંઠામાં પાર્સલમાં બ્લાસ્ટ થતા એકનું મોત તથા ત્રણ લોકો ઘાયલ થયા છે. સાબરકાંઠાના વડાલી તાલુકાના વેડા ગામમાં આ બનાવ બન્યો છે. વડાલીના વેડા છાવણી ગામે ઓનલાઇન આવેલ પાર્સલમાં બ્લાસ્ટ થયો છે. તેમાં ઓનલાઇન પાર્સલ ખોલતા બ્લાસ્ટ થયો હતો. તેમજ બ્લાસ્ટના પગલે એક ઈસમનું મોત અન્ય 3 ગંભીર ઘાયલ થયા છે. બ્લાસ્ટમાં ઘાયલોને વડાલી બાદ હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે.
ઓનલાઇન પાર્સલમાં બ્લાસ્ટ થતા સ્થાનિકોમાં ચકચાર
પાર્સલ બ્લાસ્ટમાં એક 9 વર્ષની અને અન્ય 10 વર્ષની બે દીકરીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. સાબરકાંઠા જિલ્લામાં ઓનલાઇન પાર્સલમાં બ્લાસ્ટ થતા સ્થાનિકોમાં ચકચાર મચ્યો છે. ચૂંટણી પૂર્વ બ્લાસ્ટના પગલે પોલીસ વિભાગમાં હડકંપ મચી છે. જેમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.