રાજકોટમાં યુવક યુવતીએ આત્મહત્યાનો કર્યો પ્રયાસપરિવાર એક નહી થવા દે તેવા ડરથી આપઘાતનો પ્રયાસયુવતીનું સારવાર દરમિયાન મોત, યુવક ગંભીર

રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં યુવક-યુવતીએ ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર મારીને આપઘાતનો પ્રયાસ કર્યા હોવાની ઘટના સામે આવી છે.બંન્નેને ગંભીર હાલતમાં સિવીલ હોસ્પિટલ ખસેડાતા યુવતીનું મોત થયું. જ્યારે યુવકની હાલત ગંભીર છે. યુવક-યુવતી નખત્રાણા પંથકના હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. સમગ્ર મામલે પોલીસના ઉચ્ચ અધિકારીએ તપાસ શરૂ કરી

શું હતો સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં યુવક-યુવતીએ ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર મારીને આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે,  પ્રેમી પંખીડાઓને તેમનો પરિવાર એક નહી થવા દે તેવા ડરથી પોલીસ સ્ટેશનના નાગરિક સુવિધા કેન્દ્રમાં એકલા બેઠેલા પ્રેમી પંખીડાએ દરવાજો લોક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે યુવક-યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે યુવકની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી છે.

યુવક-યુવતી નખત્રાણા પંથકના હોવાનું સામે આવ્યું

પોલીસેની તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, આ યુવક-યુવતીને પ્રેમ પ્રકરણમાં આ પરિવાર એકમેખ નહીં થવા દે તેવા ડરથી ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનામાં પ્રેમિકા પૂજા ભદ્રનું મોત થયું, અને પ્રેમી વિનોદ સતવારા ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાની જાણ થતા પરિવાર હોસ્પિટલ પહોંચ્યા હતા. યુવક યુવતી નખત્રાણા પંથકના હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *