અમદાવાદ, મંગળવાર, 30 એપ્રિલ,2024

અમદાવાદ મ્યુનિ.માં ફરજ બજાવતા એક ઈજનેર ઉપર મ્યુનિ.કમિશનર
નારાજ થયા હતા. રોડ તેમજ અન્ય કામગીરીને લઈ માંગેલી માહિતી ના મળતા   કમિશનર એમ.થેન્નારસને ઈજનેરને ખખડાવતા કહયુ
, તમારી કામગીરી
યોગ્ય નથી. કમિશનરની આ ટીપ્પણીથી અન્ય અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.અહીંથી જે સુચના
આપવામાં આવે છે તે નીચેના સ્ટાફ સુધી બરોબર પહોંચતી નહિં હોવાના મુદ્દે પણ
અધિકારીઓને તેમણે ઠપકો આપ્યો હતો.

મ્યુનિ.કમિશનરની અધ્યક્ષતામા વિવિધ અધિકારીઓની બેઠક મળી
હતી.બેઠકમાં એક ઝોનના ઈજનેર પાસેથી તેમણે રોડ સંબંધિત તેમજ અન્ય કામગીરીની વિગત
માંગી હતી.કમિશનરે માંગેલી વિગત ઈજનેર આપી શકયા નહોતા.આ કારણથી મ્યુનિ.કમિશનરે
નારાજગી વ્યકત કરી કહયુ
,તમારા
ઝોનમાં શું કામગીરી ચાલે છે એનુ અપડેટ તમારી પાસે કેમ ના હોય. પ્રિ-મોન્સુન
કામગીરીના ભાગરુપે મ્યુનિ.કમિશનરે જયાં મેનહોલના કારણે ભુવા પડે છે.ત્યાં તાકીદે
કામગીરી પુરી કરવા અધિકારીઓને સુચના આપી હતી.ચાલુ વર્ષના ટેકસબિલ ઝડપથી વહેંચવા
ટેકસ વિભાગને કહયુ હતુ.મ્યુનિ.મિલકતમાં પરકોલેટીંગ વેલ બનાવવા સર્વે કરવા સુચના
આપી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *