Image: Facebook

Shah Rukh Khan about Rishabh Pant : IPL 2024ની 47મી મેચમાં દિલ્હી કેપિટલ્સને કોલકાતા નાઈટ રાઈડર્સે 7 વિકેટથી હરાવી દીધું. મેચમાં કેપ્ટન રિષભ પંતે ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો પરંતુ કેકેઆર સામે તેમનો આ દાવ ચાલ્યો નહીં. દિલ્હીની ટીમ કેકેઆરની સામે માત્ર 157 રનનો જ સ્કોર ઊભો કરી શકી. તેના જવાબમાં કેકેઆરએ 21 બોલ રહેતા લક્ષ્યને પ્રાપ્ત કરી લીધું. કેકેઆરની આ જીતથી ટીમનો માલિક શાહરુખ ખાન પણ ગદગદ થઈ ગયો.

શાહરુખ ખાનની ટીમે દિલ્હી કેપિટલ્સને હરાવી દીધું, પરંતુ તેણે વિરોધી કેપ્ટન રિષભ પંતના ભરપૂર વખાણ કર્યા. શાહરુખે પંતને પોતાના પુત્ર સમાન ગણાવ્યો. એક વીડિયોમાં શાહરુખ ખાન કહી રહ્યો છે કે, ‘જ્યારે રિષભ પંતનો ડિસેમ્બર 2022માં કાર અકસ્માત થયો હતો તો હું ગભરાઈ ગયો હતો.’ 

યુવા ખેલાડીઓ મારા પુત્ર જેવા છેઃ શાહરૂખ ખાન

શાહરુખ ખાને રિષભ પંતના કાર અકસ્માતને યાદ કરતા કહ્યું કે ‘મેં રિષભ પંતના કાર અકસ્માતનો વીડિયો જોયો ત્યારે મને ખૂબ જ દુઃખ થયું હતું. પંત જેવા ખેલાડીઓ મારા પુત્ર જેવા છે. જ્યારે કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે, ત્યારે દુઃખ થાય છે. આ યુવા ખેલાડીઓ મારા પુત્ર જેવા છે અને રિષભ પણ તે પૈકીનો એક છે.’ 

આ વિશે વધુ વાત કરતા શાહરૂખ ખાને કહ્યું કે, ‘રિષભ એક ચેમ્પિયન છે. હું તેને શુભકામનાઓ આપું છું. મને આશા છે કે તેના ઘૂંટણ સાજા થઈ જશે. પહેલી મેચમાં પણ હું તેને કહેતો હતો કે, ઉઠીશ નહીં, કદાચ તને પીડા થતી હશે. મેં તેને ગળે લગાવીને તેના ખબરઅંતર પૂછ્યા હતા કારણ કે, એ દુર્ઘટના પછી મેં તેને જોયો જ હતો. મને પણ ખુશી હતી કે તે પાછો આવી ગયો છે. હવે સારું રમી રહ્યો છે અને આશા છે કે તે સારુ રમવાનું ચાલુ રાખશે.’

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *