અમદાવાદ, સોમવાર

કાલુપુર પોલીસ સ્ટેશન બહાર  નશામાં ધૂત યુવક બેઠો બેઠો લવરી કરતો હતો અને અચાનક ઉભો થઇએ છરી સાથે હાજર હોમગાર્ડ પાસે ગયો હતો અને હોમગાર્ડને ધમકાવતો ધમકાવતો રીલીફ રોડ ઉપર ફરતો હતો આ બનાવનો વિડિયો વાયરલ થતાં પોલીસે હરકતમાં આવી હતી અને આરોપીને છરી સાથે રિલીફ રોડ કેલીકો ડોમ ચાર રસ્તાથી પકડી પાડયો હતો. કાલુપુર પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

વિડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી છરી સાથે આરોપીને કેલીકોડોમ ચાર રસ્તાથી પકડયો

કાલુપુર પોલીસે સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં રહેતા યુવક સામે ગુનો નોધ્યો છે કે આરોપીને પોલીસે ચેકિંગ દરમિયાન  બાતમી મળી હતી કે એક શખ્સ હાથમાં હથિયાર લઇને ફરે છે જેના આધારે આરોપીને છરી સાથે રિલીફ રોડ કેલીકો ડોમ ચાર રસ્તાથી પકડી પાડીને તેની સામે પોલીસ કમિશરના જાહેરના ભંગ બદલનો ગુનો નોંધ્યો હતો.

પરંતુ વાયરલ થયેલા વિડિયોમાં આરોપી પ્રથમ પોલીસ સ્ટેશન બહાર બાંકડા ઉપર બેઠો બેઠો નશાની હાલતમાં લવરી કરતો હતો અને અચાનક ઉભો થઇને પોલીસ સ્ટેશન બહાર ઉભેલા હોમાગાર્ડ જવાન પાસે ગયો હતો અને છરી બતાવીને તેઓને ધમકાવી રહ્યો હતો એટલામાં ત્યાંથી ચાલતો ચાલતો રિલીફ રોડ ઉપર ફરી રહ્યો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *