ભરતપુર ગામના વાડી વિસ્તારમાં

ખંભાળિયામાં ચૂલાની ઝાળે દાઝી જતા મહિલાનું મોત

ખંભાળિયા :  ભાણવડ નજીકના ભરતપુર ગામના વાડી વિસ્તારમાં વીજ કર્મચારીનું
મોત થયું હતું. જ્યારે ખંભાળિયામાં ચૂલા પર ચા બનાવતા દાઝી જતાં મહિલાએ જીવ
ગુમાવ્યો હતો.

ભાણવડ નજીકના ભરતપુર ગામના વાડી વિસ્તારમાં ફતેપુર ગામે
રહેતા હિતેશભાઈ ભીખાભાઈ ભારવાડીયા નામના ૨૫ વર્ષના વીજ કંપનીના ઈલેક્ટ્રીક
આસિસ્ટન્ટ વીજ પ્રવાહ અંગેનું રીપેરીંગ કામ કરી રહ્યા હતા
, તે દરમિયાન કોઈ
કારણોસર વીજ પ્રવાહ પુનઃ ચાલુ થઈ તથા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના
કારણે તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૂળ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વતની અને હાલ ભાણવડ તાલુકામાં રહેતા જીગ્નેશભાઈ
કોડરભાઈ અસારી (ઉ.વ. ૨૫
, ઈલેક્ટ્રીક
આસિસ્ટન્ટ જી.ઈ.બી.)એ ભાણવડ પોલીસને કરી છે.

     ખંભાળિયામાં
મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી જૂની પાંજરાપોળ નજીક રહેતા નીતાબેન ધીરજલાલ ભોગાયતા
નામના ૩૦ વર્ષની મહિલા થોડા દિવસો પૂર્વે પોતાના ઘરે ચૂલા પર ચા બનાવી રહ્યા હતા.
ત્યારે એકાએક તેણીએ પહેરેલા દુપટ્ટામાં ચુલાની જાળ લાગતા આના કારણે આખા શરીરને
ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં નીતાબેનને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ
જીગ્નેશભાઈ ધીરજલાલ ભોગાયતા (ઉ.વ. ૩૨) એ અહીં પોલીસને કરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *