રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજનો ચૂકાદો

ભોગ બનનારને રૃા. ૩ લાખનું વળતર ચૂકવવાનો પણ અદાલતે આદેશ આપ્યો

રાજકોટ :  રાજકોટમાં રહેતી પોતાના નજીકના સંબંધીની સગીર વયની
પુત્રીનું અપહરણ કરી તેની ઉપર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં પકડાયેલા આરોપી ભરત
જગદીશભાઈ પ્રસાદને સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે.ડી. સુથારે તકસીરવાન ઠરાવી અંતિમ
શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફરમાવી છે.

આ કેસની વિગત એવી છે કે ફરિયાદીએ ગઇ તા. ૨૮-૧૨-૨૦૧૯ના રોજ
આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે તેની નજીકના
સંબંધી એવા આરોપીએ તેની સગીર વયની પુત્રીનું અપહરણ કરી તેની ઉપર દુષ્કર્મ
ગુજાર્યું છે. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો.

પૂરાવા મળતાં પોક્સો કોર્ટમાં આરોપી વિરૃધ્ધ ચાર્જશીટ ફાઇલ
કર્યું હતું. ત્યારબાદ કોર્ટમાં કેસ શરૃ થતાં ફરિયાદી ઉપરાંત ભોગ બનનારની જુબાની
લેવામાં આવી હતી. પ્રોસીક્યુશન તરફથી ડોક્ટર
,
તપાસ કરનાર અધિકારીની પણ જુબાની લેવડાવવામાં આવી હતી. આ ઉપરાંત દસ્તાવેજી
પૂરાવાઓ પણ રજૂ કરાયા હતાં.

જેમાં ફરિયાદ,
મેડીકલ સર્ટિફિકેટ, એફએસએલનો
અહેવાલ વગેરેનો સમાવેશ થાય છે. સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે આરોપી સામે સમાજ
વિરોધી ગંભીર ગુનો છે. આરોપીએ ફરિયાદીની પુત્રીની જિંદગી ખરાબ કરી નાખી છે. આરોપી
પરિણીત અને સંતાનોનો પિતા હોવા છતાં પોતાના નજીકના સંબંધીની પુત્રી ઉપર નજર બગાડી
, તેનું અપહરણ કરી
દુષ્કર્મ ગુજાર્યું છે.

આવા ગુનાના આરોપી સામે જ્યારે ફરિયાદી અને ભોગ બનનારે
જુબાનીમાં બનાવની સંપૂર્ણ હકીકત જણાવી હોય ત્યારે આવા સમાજ વિરોધી ગુનાના આરોપીને
સખતમાં સખત સજા કરવી જોઇએ. બંને પક્ષોની દલીલો-રજૂઆતો બાદ પૂરાવા તપાસી અદાલતે
આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફરમાવવાની સાથોસાથ ભોગ બનનારને રૃા. ૩
લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષ તરફથી એપીપી
મુકેશભાઈ પીપળીયા રોકાયેલા હતાં.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *