(પીટીઆઇ) બેઇજિંગ, તા. ૨૮
ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્ક ભારતની યાત્રા સ્થગિત કર્યા પછી
અચાનક ચીન પહોંચી જતાં અનેક અટકળો ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે મસ્ક ૨૧ અને ૨૨
એપ્રિલે ભારત આવવાના હતાં અને તે વડાપ્રધાન મોદીને મળવાના હતાં. જો કે તેમણે આ
યાત્રા કરી દીધી હતી.
ચીનના વધતા ઇલેક્ટ્રિક વાહન (ઇવી) બજારમાં ટેસ્લાની
સ્વચાલિત ડ્રાઇવિંગ ટેકનિકના અનાવરણની અટકળો વચ્ચે અબજપતિ ઉદ્યોગપતિ ઇલોેન મસ્ક
બેઇજિંગ પહોંચી ગયા છે.
ચીનના સરકારી પ્રસારક સીટીજીએનના અનુસાર સ્પેસએક્સ અને
ટેસ્લાના પ્રમુખે ચાઇના કાઉન્સિલ ફોર ધ
પ્રમોશન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ (સીસીપીઆઇટી)ના આમંત્રણ પર ચીનની યાત્રા કરી હતી.
આ દરમિયાન તેમણે ચીનની સાથે આગળ સહકાર વધારવા માટે
સીસીપીઆઇટીના અધ્યક્ષ રેન હોંગબિન સાથે મુલાકાત કરી હતી. હોંગકોંગના એક અગ્રણી
અખબારના જણાવ્યા અનુસાર મસ્ક સ્ટેટ કાઉન્સિલમાં ચીનના વરિષ્ઠ અધિકારીઓ અને
બેઇજિંગમાં જૂના મિત્રોને મળે તેવી સંભાવના છે.
મસ્કે શાંઘાઇમાં સાત અબજના ડોલરથી રોકાણથી ઇવી ફેક્ટરીની
રચના કરી હતી જે પછી તેમની ટેસ્લા ચીનમાં લોકપ્રિય થઇ ગઇ હતી. આ ફેક્ટરીમાં
૨૦૨૦માં ઉત્પાદન શરૃ થઇ ગયું હતું.
ટેસ્લાએ ચીનમાં ૧૭ લાખથી વધારે કારો વેચી છે. ટેસ્લાની સૌથી
મોટી ફેક્ટરી શાંઘાઇમાં આવેલી છે. ટેસ્લા ભારતમાં પણ ફેકટરી શરૃ કરવા માગે છે અને
માટે જ મસ્ક ગયા સપ્તાહ ભારત આવવાના હતાં પણ વ્યસ્તાને કારણે પોતાની યાત્રા રદ કરી
હતી.