World’s largest Airport: વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ હવે UAEમાં બનવા જઈ રહ્યું છે. જેનું નામ અલ મક્તૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટ હશે. અલ મક્તૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ હશે.
26 કરોડ મુસાફરોની ક્ષમતા ધરાવતું આ એરપોર્ટ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરતા પાંચ ગણું મોટું હશે.તેમજ આ એરપોર્ટમાં 400 ટર્મિનલ ગેટ અને પાંચ રનવે પણ સામેલ હશે.
AED 128 બિલિયનના ખર્ચે નવા પેસેન્જર ટર્મિનલને મંજૂરી
રવિવારે, દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ-મક્તૂમે AED 128 બિલિયનના ખર્ચે એક નવા પેસેન્જર ટર્મિનલને મંજૂરી આપી હતી. તેમજ તેમણે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ નવી યોજના આપણા બાળકો અને તેમના બાળકો માટે સતત અને સ્થિર વિકાસની ખાતરી કરશે. આ એરપોર્ટ બનાવવાનું કામ 2013માં જ શરૂ કરવામાં આવ્યું હતું.
Today, we approved the designs for the new passenger terminals at Al Maktoum International Airport, and commencing construction of the building at a cost of AED 128 billion as part of Dubai Aviation Corporation’s strategy.
Al Maktoum International Airport will enjoy the… pic.twitter.com/oG973DGRYX
— HH Sheikh Mohammed (@HHShkMohd) April 28, 2024
શું હશે આ એરપોર્ટની વિશેષતા?
– અલ મક્તૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ હશે
– આ એરપોર્ટની ક્ષમતા 26 કરોડ મુસાફરોની હશે
– તે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરતા પાંચ ગણું મોટું હશે
– આગામી વર્ષોમાં દુબઈ એરપોર્ટ પરની તમામ કામગીરી અલ મક્તૂમ એરપોટમાં શિફ્ટ કરવામાં આવશે
– અલ-મક્તૂમ એરપોર્ટમાં 400 ટર્મિનલ ગેટ અને પાંચ રનવે પણ સામેલ હશે
– સાઉથ દુબઈમાં એરપોર્ટની આસપાસ આખું શહેર બનાવવામાં આવશે
– આ પ્રોજેક્ટ સાથે 10 લાખ લોકો માટે હાઉસિંગ પ્રોજેક્ટનું કામ પણ થશે
નવા એરપોટથી શું ફાયદો થશે?
દુબઈ એરપોર્ટની ગણતરી વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં થાય છે. તેમજ વર્ષ 2022માં દુબઈ એરપોર્ટનો ઉપયોગ 66 મિલિયન મુસાફરો દ્વારા કરવામાં આવ્યો હતો.
દુબઈની સરકારી એરલાઈન અમીરાતના ચેરમેન શેખ અહમદ બિન સઈદ અલ-મક્તૂમે જણાવ્યું હતું કે એરપોર્ટ ફ્લેગશિપ કેરિયર અમીરાત અને તેની ઓછી કિંમતની એરલાઈન ફ્લાયદુબઈ તેમજ વિશ્વને દુબઈ સાથે જોડતા તમામ એરલાઈન ભાગીદારો માટે નવું ઘર સાબિત થશે.