Image Source: Twitter

Hardik Pandya Argument: મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા દિલ્હી કેપિટલ્સ સામેની IPL મેચ દરમિયાન ગ્રાઉન્ડમાં જ અમ્પાયરને ફરિયાદ કરતો નજર આવ્યો હતો. આ દરમિયાન હાર્દિક પંડ્યા ખૂબ જ ગુસ્સામાં નજર આવી રહ્યો હતો. મેદાન પર અમ્પાયર સાથે હાર્દિક પંડ્યાની તીખી દલીલ જોવા મળી હતી. કેપ્ટન અને ક્રિકેટર તરીકે હાર્દિક પંડ્યા માટે IPL 2024ની સીઝન ખૂબ જ ખરાબ રહી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલ 2024ની 9 મેચમાં માત્ર 2 જ જીત મળી છે. મુંબઈ ઈન્ડિયન્સને આ સિઝનમાં 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ 10 ટીમોના પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાન પર છે.

ઋષભ પંતની આ હરકતથી અકળાયો હાર્દિક પંડ્યા

આ ઘટના દિલ્હી કેપિટલ્સની ઈનિંગ્સની 10મી ઓવરમાં બની હતી જ્યારે અભિષેક પોરેલ 36 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ દિલ્હી કેપિટલ્સ તરફથી કેપ્ટન ઋષભ પંતને બેટિંગ કરવા આવવાનું હતું. ઋષભ પંત બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા બાદ પોતાના ગાર્ડ માર્ક કરવામાં વધુ સમય લઈ રહ્યો હતો. તેથી હાર્દિક પંડ્યા ખૂબ જ અકળાય ગયો હતો. ત્યારબાદ હાર્દિક પંડ્યા ગુસ્સામાં અમ્પાયર પાસે ગયો અને તેને આ બાબતે ફરિયાદ કરી. ફરિયાદ કરતી વખતે હાર્દિક પંડ્યા મેદાનની વચ્ચે અમ્પાયર સાથે દલીલ કરતો નજર આવ્યો હતો.

હાર્દિક પંડ્યાનું માનવું એવું હતું કે દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ જાણી જોઈને વિલંબ કરી રહ્યા છે જેના કારણે તેમના પર સ્લો ઓવર રેટ માટે દંડ પણ થઈ શકે છે. વિપક્ષી ટીમના બેટ્સમેનનું ક્રિઝ પર મોડું આવવું એ મુંબઈ ઈન્ડિયન્સ માટે નુકસાન હતું કારણ કે મુંબઈ ઈન્ડિયન્સે એક નિર્ધારિત સમયની અંદર તેમની 20 ઓવર પૂરી કરવાની હતી. ઋષભ પંતના વિલંબ કરવાના કારણે મુંબઈ ઈન્ડિયન્સ પર સ્લો ઓવર રેટના દંડનો જોખમ હતો. આ સાથે જ તેના કારણે મુંબઈ ઈન્ડિયન્સની ફિલ્ડિંગમાં પણ ફેરફાર કરવા પડ્યા હોત.

હાર્દિક પંડ્યા જે રીતે અકળાયો તે દર્શાવે છે કે, ઋષભ પંતનું ધીમુ વલણ મુંબઈ ઈન્ડિયન્સની બોલિંગ લયને અસર કરી શકે છે, પરંતુ દેખીતી રીતે ઋષભ પંતનો એવો ઈરાદો નહોતો પરંતુ હાર્દિક પંડ્યા આ મામલે અમ્પાયરોને સામેલ કરવા માટે બેતાબ દેખાઈ રહ્યો હતો. જેક ફ્રેસર મેકગર્કની 27 બોલમાં 84 રનની વિસ્ફોટક ઈનિંગના આધારે દિલ્હી કેપિટલ્સે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલ મુંબઈ ઈન્ડિયન્સને 10 રનથી હરાવ્યું અને પ્લેઓફની રેસ માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *