ED બાદ હવે આવકવેરા વિભાગની તપાસ શરૂ
31 મિલકતના નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ
સજ્જુ કોઠારીએ ખંડણી, હત્યા વગેરે ગુના કરી રૂપિયા ભેગા કર્યા

સુરતના માથાભારે સજ્જુ કોઠારી પર ITની તવાઈ આવી છે. જેમાં ED બાદ હવે આવકવેરા વિભાગની તપાસ તેજ થઇ છે. કેટલી મિલકત બેનામી તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તેમજ 31 મિલકતના નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ થઇ છે. EDએ સજ્જુ કોઠારીની 31 મિલકત જપ્ત કરી હતી.

સજ્જુ કોઠારીએ ખંડણી, હત્યા વગેરે ગુના કરી રૂપિયા ભેગા કર્યા

સજ્જુ કોઠારીએ ખંડણી, હત્યા વગેરે ગુના કરી રૂપિયા ભેગા કર્યા છે. IT વિભાગ બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે. જેમાં માથાભારે સજ્જુ કોઠારીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ED બાદ હવે આવકવેરા વિભાગની એન્ટ્રી થઇ છે. તેમાં કેટલી મિલકત બેનામી હેઠળ આવે છે તેની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ITએ 31 મિલકતનાં નાણાં ક્યાથી આવ્યા તેની તપાસ શરૂ કરી છે. માથાભારે સજ્જુ કોઠારીની ED એ 31 મિલકત જપ્ત કરી હતી.

મિલકત જપ્ત કરીને સાત વર્ષની સજા કરવા સુધીની જોગવાઇ

માથાભારે સજજ્જુ કોઠારીએ ખંડણી, હત્યા, અપહરણ, રાયોટિંગ લૂંટ, ધાડ કરી રૂપિયા ભેગા કર્યા છે. તેમજ જુગારના અડ્ડા સહિતના ગુનામાંથી 4.29 કરોડની રકમ એકત્ર કરી હતી. પોતાના નાણામાંથી અન્યના નામે મિલકત ખરીદવી પણ ગુનો છે. તેમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે. તેમજ મિલકત જપ્ત કરીને સાત વર્ષની સજા કરવા સુધીની જોગવાઇ છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *