દિલ્હી મુંબઈની મેચ પર મોબાઈલથી સટ્ટો રમાડતા હતા
7 મોબાઈલ સાથે 5 શખ્સોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી
આઈડી આપનાર વિપુલ સોની નામનો આરોપી ફરાર
અમદાવાદના પાનકોરનાકા પાસે સહજાનંદ માર્કેટમાં IPLની મેચ પર સટ્ટો રમાડતા શખ્સો ઝડપાયા છે. જેમાં દિલ્હી મુંબઈની મેચ પર મોબાઈલથી સટ્ટો રમાડતા હતા. તેમાં 7 મોબાઈલ સાથે 5 શખ્સોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. કાલીપાદા ડોંગરા, જગદીશ સાંતરા, અબ્બાસુદ્દીન શેખ તથા કીરમન શેખ અને જૈનમ શેખ નામના શખ્સની ધરપકડ કરાઇ છે.
આઈડી આપનાર વિપુલ સોની નામનો આરોપી ફરાર
આઈડી આપનાર વિપુલ સોની નામનો આરોપી ફરાર છે. જેમાં ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ ગેરતપુરમાં મોબાઈલ પર આઇપીએલ મેચ પર સટ્ટો રમતો યુવાન ઝડપાયો હતો. વિવેકાનંદનગર પોલીસને બાતમી મળી હતી કે પ્રશાંત દશરથભાઈ જોશી ઘર બહાર આવેલી સોસાયટીના ગેટ પાસે આવેલા ઝાડ નીચે ઉભો રહી પોતાના મોબાઈલ ફોનથી તાજેતરમાં રમાઈ રહેલી આઈપીએલ ટુર્નામેન્ટની કોલકત્તા વિરૂદ્ધ પંજાબ વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર પોતાના મોબાઇલ ફોનમાં અન્ય શખસ પાસેથી લીંક તથા આઇડી, પાસવર્ડ વોટસએપથી મંગાવી લીંક ઓપન કરી પૈસાની હારજીતના સોદા રમી ક્રિકેટના સટ્ટાનો જુગાર રમી રમાડે છે. આથી બાતમી મુજબ પોલીસે રેડ કરતાં આરોપીને ઝડપી પાડ્યો છે.
મોબાઇલમાં ક્રોમ એપ્લીકેશન દ્વારા ગૂગલમાં વેબસાઈટથી લીંક ઓપન કરી
પોલીસે રેડ કરતાં ગેરતપુર સોસાયટીના ગેટ પાસે ઝાડ નીચે એક ઇસમ ઉભા ઉભા તેમના મોબાઇલમાં કંઇક કરતો હતો. પોલીસે તપાસ કરતાં મોબાઇલમાં ક્રોમ એપ્લીકેશન દ્વારા ગૂગલમાં વેબસાઈટથી લીંક ઓપન કરી એપમાં તાજેતરમાં રમાઇ રહેલી આઈપીએલની કોલકત્તા વિરૂદ્ધ પંજાબ વચ્ચેની મેચ ઉપર સટ્ટો ચાલુ હતો. જે લીંક બાબતે પકડાયેલ યુવાનને પૂછતાં તેણે કોઈ સાચી હકીકત નહીં જણાવી ગલ્લા તલ્લા કરતો હતો. પોલીસ તપાસમાં એપ ઓપન કરાતાં તેમાં મેચના ભાવ મુજબ સોદા મારી તથા ચાલુ મેચ દરમિયાન હાર જીતના અલગ-અલગ સોદા કરી ક્રિકેટનો સટ્ટો રમાતો હતો.