સંતરામપુરના ભુગેડી ગામે બોગસ તબીબ કરતો હતો પ્રેક્ટિસ
ડિગ્રી વગર જ દવાખાનું ચલાવી રહ્યો હતો બોગસ તબીબ
પોલીસ કાર્યવાહીની જાણ થતાં બોગસ તબીબ ફરાર

મહીસાગરમાં બોગસ તબીબ સામે તંત્રની લાલ આંખ થઇ છે. જેમાં સંતરામપુરના ભુગેડી ગામે બોગસ તબીબ પ્રેક્ટિસ કરતો હતો. તેમાં બોગસ તબીબ ડિગ્રી વગર જ દવાખાનું ચલાવી રહ્યો હતો. જેમાં પોલીસ કાર્યવાહીની જાણ થતાં બોગસ તબીબ ફરાર થયો છે. તેથી સંતરામપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લામાં ડિગ્રી વગરના ડોકટર સામે તંત્રએ કાર્યવાહી કરી

જિલ્લામાં ડિગ્રી વગરના ડોકટર સામે તંત્રએ કાર્યવાહી કરી છે. જેમાં સંતરામપુરના ભુગેડી ગામે વધુ એક ડિગ્રી વગરના ડોકટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં ભાડાના મકાનમાં દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ડૉકટર ઝડપાતા રહી ગયો છે. બિમાર દર્દીઓને સારવાર સમયે આરોગ્ય વિભાગ અને પોલીસ આવી જતા ડોકટર પલાયન થયો હતો. આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા સાચી માહિતી બહાર આવતા દર્દીઓના જીવ તાળવે ચોટયા છે. જેમાં સંતરામપુર પોલીસ દ્વારા ડૉકટર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોરબંદર જિલ્લામાંથી છ જેટલા ડીગ્રી વગરના ડોકટરો પકડાયા

અગાઉ પોરબંદર જિલ્લામાંથી છ જેટલા ડીગ્રી વગરના ડોકટરો પકડાયા હતા. જેમાં વધુ એક ઉમેરો થયો છે. અને રાણાવાડોત્રા ગામેથી વધુ એક બોગસ ડોકટરને પકડવામાં એસ.ઓ.જી.ને સફળતા મળી હતી. બાતમી મળેલ કે રાણા વાડોત્રા મેઈન બજાર પાસે વસંતભાઈ મોહનભાઈ પાણખાણીયા કોઈપણ જાતની લાયકાત વગર ડોકટર તરીકે મેડિકલ પ્રેકટીસ કરી દવાઓ આપે છે જેથી તેના કબ્જામાંથી અલગ અલગ જાતની કેપ્સૂલ તથા ઈન્જેકશનો વગેરે દવાઓ તથા મેડિકલ તપાસણીના સાધનો મળી કુલ કિંમત રૂપિયા 61,256 મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *