વડોદરા,કેન્દ્રીય ગૃહ મંત્રીના રોડ શો દરમિયાન ક્ષત્રિય આગેવાનો એક્શનમાં ન આવે તે માટે પોલીસે તેઓ પર વોચ રાખવાનું શરૃ કર્યું છે.આજવા રોડ પર રહેતા કરણી સેનાના આગેવાનના ઘરે પોલીસે સવારથી જ ગોઠવાઇ ગઇ  હતી.

ગૃહ મંત્રી અમિત શાહના રોડ દરમિયાન ક્ષત્રિય આગેવાનો વિરોધ પ્રદશત ના કરે તે માટે પોલીસ દ્વારા તેઓ પર વહેલી સવારથી જ વોચ રાખવામાં આવી રહી છે. આજવા રોડ દૂધેશ્વર સોસાયટીમાં રહેતા કરણી સેનાના આગેવાનના ઘર પાસે સવારથી જ પોલીસ ખડકી દેવામાં આવી હતી સિવિલ ડ્રેસમાં વોચ રાખતા પોલીસ જવાનો દ્વારા મહેન્દ્રસિંહ રાઠોડ ના ઘરે તપાસ કરતા તે ઘરે હાજર નહીં હોવાનું  જાણવા મળ્યું હતું. નર્મદા પરિક્રમા કરીને ઘરે પરત આવેલા મહેન્દ્રસિંહ રાઠોડને ઘરની બહાર નીકળવાનો મોકો  પોલીસે આપ્યો જ નહતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *