જુનાગઢના દાતાર રોડ ઉપર રહેતા યુવાનની ધરપકડ
બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી અભદ્ર પોસ્ટ કરી હતી
પકડાયેલ યુવાન હૈદર કુરેશી વોર્ડ નંબર 15 નો વોર્ડ પ્રમુખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર યુવાન સામે જુનાગઢ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને યુવાનની ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દરેક ઉમેદવાર વોટ બેન્ક વધારવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવા સમયે વડાપ્રધાન મોદી 1લી મે એ ગુજરાતમાં પ્રચાર શરૂ કરવાના છે. તેવા સમયે તેમના વિરોધમાં જુનાગઢનાં એક વ્યક્તિ દ્વારા અભદ્ર ટિપ્પણી કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં તેણે વડાપ્રધાન વિરુદ્ધ ઉશ્કેરણીજનક પોસ્ટ પણ કરી હતી.
Whatsapp અને instagramમાં પોસ્ટ કરી હતી
Whatsapp અને instagramમાં પોસ્ટ કરી હતી. જેમાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી અભદ્ર પોસ્ટ કરી હતી. તથી જુનાગઢના દાતાર રોડ ઉપર રહેતા યુવાનની ધરપકડ કરવામાં આવી છે. તેમજ એસઓજીની ટીમ દ્વારા આગળની કાર્યવાહી કરાઇ રહી છે. તેમજ યુવાનની ધરપકડ કરી એ ડિવિઝનને સોપાયો છે. I LOVE JUNAGADH ગ્રુપમાં પોસ્ટ કરી હતી. જુનાગઢના દાતાર રોડ ઉપર રહેતા હૈદર કુરેશી નામના યુવાને વોટ્સએપ અને instagram ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સોશિયલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી કરી હતી અને બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી.
પકડાયેલ યુવાન હૈદર કુરેશી વોર્ડ નંબર 15 નો વોર્ડ પ્રમુખ
આઇ લવ માય જુનાગઢ નામના ગ્રુપમાં અધિકારીઓ અને પદાધિકારીઓ પણ છે તે ગ્રુપમાં આ યુવાને આવી પોસ્ટ વાયરલ કરતા જુનાગઢ એસઓજી દ્વારા યુવાનની ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર ઘટનાને લઈને જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને તપાસ સોંપવામાં આવી છે. પકડાયેલ યુવાન હૈદર કુરેશી વોર્ડ નંબર 15 નો વોર્ડ પ્રમુખ હોવાનું ખુલ્યું છે અને પોતે પણ ભાજપનો કાર્યકર્તા છે તેવું જણાવ્યું હતું. પરંતુ પોલીસે લોકસભાની ચૂંટણીને લઈને બે કોમ વચ્ચે વૈમનસ્ય ન ફેલાય તે માટે યુવાન સામે કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે.