– આજે વિશ્વ મેલેરિયા દિવસ 

– 5 એકમોને નોટિસ ફટકારી, 3,285 લોહીના નમૂના લેવાયા : ચાલુ વર્ષે માર્ચ મહિના સુધીમાં જિલ્લામાં મેલેરિયાના એક પણ કેસ નોંધાયા નથી

આણંદ : સમગ્ર વિશ્વમાં તા. ૨૫ એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તા.૨૨થી ૩૦ એપ્રિલ સુધીમાં વાહકજન્ય રોગ નિયંત્રણ માટે હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરી છે. જેમાં અત્યારસુધીમાં પોરા મળી આવેલા ૧,૩૫૦ પાત્રોનો નાશ કરાયો છે. જ્યારે પાંચ એકમોને નોટિસ પાઠવાઈ છે. આણંદ જિલ્લામાં આ વર્ષે માર્ચ ૨૦૨૪ સુધીમાં મેલેરિયાના એક પણ કેસ નોંધાયા નથી. 

વર્ષ ૨૦૦૮માં ૨૫ એપ્રિલના રોજ પ્રથમ વખત યુનિસેફ દ્વારા મેલેરિયા રોગ વિષે જાગૃત્તિ ફેલાવવાના ઉદ્દેશથી વિશ્વ મેલેરીયા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા  તા.૨૨ એપ્રિલથી ૩૦ એપ્રિલ ૨૦૨૪ વાહકજન્ય રોગ નિયંત્રણ (મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા) માટે હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

જેમાં અત્યાર સુધીમાં કુલ-૯૭,૪૮૨ ઘરોની તપાસમાં ૧,૪૨૯ ઘરોમાં પોરા મળ્યા હતા. જ્યારે કુલ-૨,૯૫૫ પાત્રોની તકાસણી કરતા ૧,૪૭૮ પાત્રોમાં પોરા મળ્યા હતા. ૧,૩૫૦ પાત્રોનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે પાંચ એકમોને નોટિસ પાઠવવામાં આવી છે. આ દિવસો દરમિયાન કુલ-૩,૨૮૫ લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને ૩૦ જેટલા સ્થળોએ ગપ્પીફિશ છોડવામાં આવી છે.

આણંદ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આરોગ્ય વિભાગની કામગીરીના પરિણામ સ્વરૂપે મેલેરિયાના કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૦માં સાદા મેલેરિયાના ૧૧ અને ઝેરી મેલેરિયાના બે કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ ૨૦૨૧માં સાદા મેલેરિયાના ૩ કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૨૨માં સાદા મેલેરિયાના ૧૧ અને ઝેરી મેલેરિયાના ત્રણ કેસ સરકારી ચોપડે નોંધાયા હતા. જ્યારે વર્ષ ૨૦૨૩માં સાદા મેલેરિયાના ૬ અને ઝેરી મેલેરિયાના બે કેસ નોંધાયા છે.વર્ષ ૨૦૨૪ના માર્ચ માસ સુધીમાં જિલ્લામાં એકપણ મેલેરિયાનો કેસ પ્રકાશમાં આવ્યો નથી. વિશ્વના ઘણા બધા દેશો મેલેરિયા મુક્ત થઈ ગયા છે. જેમાં ભારત દેશ પણ મેલેરિયાથી મુક્ત કરવાના પ્રયાસો થકી ૨૦૩૦ સુધીમાં મેલેરિયા મુક્ત બને તે માટે વર્ષ ૨૦૨૪માં વધુ સમાનવિશ્વ માટે મેલેરિયાની લડાઈને વધુ વેગ આપીએ તે થીમ સાથે ઉજવણી કરવામાં આવશે.

એક સ્થળે એકત્ર થયેલા પાણીમાં મચ્છર ઉત્પન્ન થતા હોય છે ત્યારે ઘરની અંદર બહાર, ધાબા ઉપર પાણી ભરેલા પાત્રોમાંથી પાણી દુર કરવા તેમજ પાણીનો ભરાવો ન થાય તેવી વ્યવસ્થા કરવાથી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનીયાનો ફેલાવો અટકાવી શકાય છે. તેમજ કોઈપણ તાવ મેલેરિયા હોય શકે છે. તાવ આવે તો સૌપ્રથમ લોહીની તપાસ કરાવવી, લોહીની તપાસ વિનામૂલ્યે તમામ સરકારી દવાખાનાઓમાં થાય છે અને જો મેરેલિયા હોય તો ત્વરિત અને સંપૂર્ણ સારવાર મળે જેથી મેલેરિયાનો ફેલાવો અટકાવી શકાય છે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે. 

450 બારમાસી તળાવમાં પોરાભક્ષક માછલીઓ મુકાશે

આણંદ જિલ્લામાં ૪૫ બારમાસી તળાવો આવેલા છે. પોરાભક્ષક માછલીઓ મચ્છરના પોરા આરોગી જતી હોવાથી આવી માછલીઓને બારમાસી તળાવોમાં મુકવામાં આવે છે. હાલ આ કામગીરી ચાલુ છે અને આગામી મે માસ સુધીમાં કુલ-૪૫૦ બારમાસી તળાવમાં આવી પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવનાર હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું.

આણંદ જિલ્લામાં મેલેરિયા લોહીના નમૂના/જાહેર થયેલા મેલેરિયા કેસ

વર્ષ

લીધેલા
લોહીના નમૂના

સાદા
મેલેરિયા

ઝેરી
મેલેરિયા

૨૦૨૦

,૩૪,૪૨૫

૧૧

૦૨

૨૦૨૧

,૬૯,૫૩૧

૦૩

૦૦

૨૦૨૨

,૯૬,૯૭૧

૧૧

૦૩

૨૦૨૩

,૦૦,૦૪૭

૦૦

૦૦

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *