Punjab Lok Sabha Election : વારિસ પંજાબ ડેના વડા અમૃતપાલ સિંહે (Amritpal Singh) પંજાબની ખડૂર સાહિબ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. હાલ તે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ આસામની દિબ્રૂગઢ જેલમાં બંધ છે. અમૃતપાલના વકીલે પણ આ વાતની પુષ્ટિ કરી છે. 

અમૃતપાલ સિંઘ ખડૂર સાહિબથી ચૂંટણી લડશે

ખાલસાએ કહ્યું કે, હું આજે ડિબ્રૂગઢમાં છું. મેં અમૃતપાલ સાથે મુલાકાત કરી હતી. તેમણે મને કહ્યું કે, તે ખડૂર સાહિબ (Khadoor Sahib)થી ચૂંટણી લડશે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યધારાની એક પાર્ટી અમૃતપાલ સિંહને બહારથી સમર્થન આપવા પર વિચાર કરી રહી છે. નોંધનીય છે કે, અમૃતપાલ સિંહ આજે પણ જરનૈલ સિંહ ભીંડરાનવાલેની જેમ શીખો માટે અલગ દેશ ખાલિસ્તાનની માગ કરી રહ્યો છે. જરનૈલ સિંહના મૃત્યુ પછી અનેક ખાલિસ્તાન સમર્થકોએ અમૃતપાલને તેમનો નેતા જાહેર કર્યો હતો.

કોણ છે અમૃતપાલ સિંહ?

અમૃતપાલ સિંઘ ખાલિસ્તાની સમર્થક અને ‘વારિસ પંજાબ દે’ (Waris Punjab De)નો પ્રમુખ છે. તે હંમેશા અલગ દેશ ખાલિસ્તાન (Khalistan)ની માંગ કરતો રહ્યો છે. વારિસ પંજાબ દે સંગઠન પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ (Deep Sidhu) દ્વારા બનાવવામાં આવ્યું હતું, પરંતુ દીપ સિદ્ધુના મૃત્યુ બાદ અમૃતપાલે સંગઠન પર કબજે કરી લીધો હતો. તેણે ભારત આવીને સંસ્થામાં લોકોને જોડવાનું શરૂ કર્યું. અમૃતપાલની ISI લિંક જણાવવામાં આવી રહી છે.

અમૃતપાલે હજારો સમર્થકો સાથે પોલીસ સ્ટેશન પર કર્યો હતો હુમલો

અમૃતપાલનો જન્મ 17 જાન્યુઆરી-1993માં પંજાબના અમૃતસર જિલ્લાના જલ્લૂપુર ખેડામાં થયો હતો. તેના પિતાનું નામ તરસેમ સિંહ છે. અમૃતપાલ પરિવારના ટ્રાન્સપોર્ટ વ્યવાયમાં જોડાવા માટે વર્ષ 2012માં દુબઈ જતો રહ્યો હતો, ત્યારે તે માત્ર 19 વર્ષનો હતો. ત્યારબાદ તે 2022માં ભારત પરત ફર્યો હતો. અમૃતપાલે પોતાના લોકોને છોડાવવા માટે હજારો સમર્થકોને લઈને અજનાલ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો, ત્યારથી તે ખૂબ ચર્ચાસ્પદ બની ગયો છે. આ હુમલામાં છ પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

અમૃતપાલની તુલના ભીંડરાનવાલે સાથે

અમૃતપાલ સિંહ આજે પણ જરનૈલ સિંહ ભીંડરાનવાલેની જેમ શીખો માટે અલગ દેશ ખાલિસ્તાનની માગ કરી રહ્યો છે. જરનૈલ સિંહના મૃત્યુ પછી અનેક ખાલિસ્તાન સમર્થકોએ અમૃતપાલને તેમનો નેતા જાહેર કર્યો હતો. વાસ્તવમાં વર્ષ 1980ના દાયકામાં ભીંડરાનવાલેએ શિખો માટે અલગ દેશની માંગ કરી હતી. તે સમયે આ મામલે પંજાબમાં ઘણો હંગામો થયો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *