વૈશ્વિક બેંકિંગ કંપની જે.પી.મોર્ગન (JP Morgan) ચેઝના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) જેમી ડિમોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને તેમની કામગીરીના ભરપુર વખાણ કર્યા છે. તેમણે કહ્યું છે કે, વડાપ્રધાને 10 વર્ષમાં 40 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે અને તેઓ ભારતમાં ‘અવિશ્વસનીય કામ’ કરવાની સાથે તમામ પડકારોનો હિંમતપૂર્વક સામનો કરી રહ્યા છે.

‘ભારતના કેટલાક આર્થિક સુધારા અમેરિકામાં લાગુ કરાશે’

ઈકોનોમિક ક્લબ ઑફ ન્યૂયોર્ક દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ડિમોને મોદી સરકાર દ્વારા લાગુ કરાયેલા આર્થિક સુધારાઓની પ્રશંસા કરતા કહ્યું કે, ‘ભારતના કેટલાક સુધારાઓ અમેરિકામાં પણ લાગુ કરવામાં આવી શકે છે.’ તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે, વડાપ્રધાન મોદી આ ઉનાળામાં ત્રીજી વખત સત્તામાં પરત ફરશે.

વડાપ્રધાન મોદી કડક નેતા

ડિમોને વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું કે, તેઓ એક કડક નેતા છે. આ ઉપરાંત તેમણે ભારતના GST પદ્ધતિની પણ પ્રશંસા કરતા કહ્યું કે, અગાઉ વિવિધ રાજ્યોમાં જુદા જુદા કર પ્રણાલી હતી, જોકે જીએસટી આવ્યા બાદ કર પ્રણાલીની સમાનતા દૂર થઈ છે અને તેના કારણે ભ્રષ્ટાચાર નાબુદ થયો છે. તેમણે ભારતની ટેકનોલોજી અને નાણાકીય પ્રગતિનો ઉલ્લેખ કરી કહ્યું કે, ભારતમાં 700 મિલિયનથી વધુ નાગરિકોના બેંક ખાતા છે અને તેમનું પેમેન્ટ સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ રહ્યું છે. ભારત બેન્કિંગ સેવાઓને વ્યાપકરૂપે અપનાવી પ્રગતિ તરફ આગળ વધી રહ્યું છે. ભારતમાં અવિશ્વનીય શિક્ષણ પદ્ધતિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *