ક્લાસરૂમમાં મસ્તી કરતા હોવાથી શિક્ષકે બંનેને ઠપકો આપ્યો હતો
શિક્ષકે ઠપકો આપતા બદલો લેવા બનાવી અભદ્ર રિલ
ગોડાદરાની સ્કૂલના બે સગીર વિદ્યાર્થીઓની કરતૂત
સુરતમાં બે વિદ્યાર્થીએ આચાર્યની અભદ્ર રિલ બનાવી હતી. જેમાં શિક્ષકે ઠપકો આપતા બદલો લેવા અભદ્ર રિલ બનાવી હતી. શિક્ષક, ટ્રસ્ટી, આચાર્યની રિલ બનાવી વાયરલ કરવામાં આવી છે. ગોડાદરાની સ્કૂલના બે સગીર વિદ્યાર્થીઓની કરતૂત સામે આવી છે. જેમાં સો.મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી રિલ વાયરલ કરી હતી.
ટ્રસ્ટીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી
ટ્રસ્ટીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને સગીર વિદ્યાર્થીને ઝડપી કાર્યવાહી હાથધરી છે. ગોડાદરાની સ્કૂલના બંને વિદ્યાર્થીએ હોમવર્ક કર્યું ન હતું અને ક્લાસમાં મસ્તી પણ કરતા હતા. ત્યારે શિક્ષકે બંને વિદ્યાર્થીઓને આ પ્રકારે વર્તન ન કરવા સમજાવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ શિક્ષક સાથે બદલો લેવા સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવ્યુ હતું. અને વીડિયો વાયરલ કર્યો હતો. તેથી ટ્રસ્ટીએ સાયબર ક્રાઇમમાં બંને વિદ્યાર્થીઓ સામે ફરિયાદ આપી છે. પોલીસે મોબાઇલ સર્વેલન્સના આધારે તપાસ કરીને આખરે બંને સગીર વિદ્યાર્થીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
જાણો શું હતી સમગ્ર ઘટના:
ગોડાદરા વિસ્તારની એક સ્કૂલમાં બે સગીર વિદ્યાર્થીઓએ હોમવર્ક કર્યુ ન હતું, ઉપરથી ક્લાસરૂમમાં મસ્તી કરતા હોવાથી શિક્ષકે બંનેને ઠપકો આપ્યો હતો, જેના કારણે બંને વિદ્યાર્થીએ શિક્ષક સાથે બદલો લેવા સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી સ્કૂલના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ અને શિક્ષકને બદનામ કરવા માટે અભદ્ર રિલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતાં સ્કૂલની બદનામી થઈ હતી. આ વાત સ્કૂલના ટ્રસ્ટી સુધી પહોંચી ગઈ હતી, જેથી ટ્રસ્ટીએ સાયબર ક્રાઇમમાં બંને વિદ્યાર્થીઓ સામે ફરિયાદ આપી છે.