અમદાવાદમાં માધવીન કામત વિરુદ્ધ નોંધાઈ ફરિયાદમાધવીને યુવતીના બીભત્સ ફોટા અપલોડ કર્યા હતાયુવતીના મોબાઈલ નંબર સાથે ફોટો અપલોડ કર્યા હતા
ટેનિસ ઓલ ઇન્ડિયા ચેમ્પિયન ખેલાડી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં માધવીન કામત વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ખેલ જગતમાં ચકચાર મચી છે. તેમજ માધવીને યુવતીના બીભત્સ ફોટા અપલોડ કર્યા હતા. યુવતીના મોબાઈલ નંબર સાથે ફોટો અપલોડ કર્યા હતા. તેમજ યુવતીને બીભત્સ માગણીઓ આવતા હકીકત બહાર આવી હતી.
સાયબર ક્રાઈમે માધવીન કામત વિરુદ્ધ ફરિયાદ નોંધી
સાયબર ક્રાઈમે માધવીન કામત વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. અમદાવાદમાં ટેનિસ ઓલ ઇન્ડિયા ચેમ્પિયન ખેલાડી માધવિન કામત વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ થઇ છે. જેમાં માધવીન કામતે એક યુવતીના બીભત્સ ફોટા વાળા પોસ્ટર લગાવ્યા હતા. પોસ્ટરમાં યુવતીનો નગ્ન ફોટો અને મોબાઈલ નંબર સાથે દેહવ્યેપાર કરવા માટે સંપર્ક કરવો આવા લખાણ વાળું પોસ્ટર લગાવ્યું હતુ. તેથી યુવતીને બીભત્સ માગણીઓ માટે સતત કૉલ આવતા સમગ્ર વાતની જાણ થઈ હતી.
ખેલાડી માધવીન ભોગ બનનાર યુવતી સાથે પરિચિત છે
આ ખેલાડી માધવીન ભોગ બનનાર યુવતી સાથે પરિચિત છે. તેમજ આરોપી ખેલાડી માધવીન કામત ફ્રાન્સમાં ટેનિસ ચેમ્પિયન શિપ રમવા ગયો છે. ત્યારે તેના પર ફરિયાદ થતા હવે તે પાછો અમદાવાદ પરત ફરશે ત્યારે કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયાના જમાનામાં પરિચીત લોકો પણ આ પ્રકારના કારનામા કરે છે તેથી છોકરીઓએ સાવચેત રહેવુ જોઇએ તેવી લોક ચર્ચા થઇ રહી છે.