– બાયડેને ઝેલેન્સ્કીને સધ્યારો આપ્યો : સેનેટની મંજૂરી મળતાં અમેરિકા યુક્રેનને અત્યંત જરૂરી તેવી એર ડીફેન્સ સીસ્ટીમ્સ પણ આપવાનું છે

વૉશિંગ્ટન, કીવ : રશિયા યુક્રેન યુદ્ધ વણથંભ્યું ચાલી રહ્યું છે. તેમાં અમેરિકાના પ્રમુખ જો બાયડેને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને સધ્યારો આપતાં કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સહાયનાં પેકેજને સેનેટની મંજૂરી મળશે કે તુર્ત જ અમેરિકા યુક્રેનને હોવિત્ઝર્સ (મોટી તોપો) તેમજ એર ડીફેન્સ સીસ્ટમ્સ આપશે. આ માટે અમેરિકાએ ૬૧ અબજ ડોલર્સની વ્યવસ્થા પણ તૈયાર રાખી છે.

પછી ઝેલેન્સ્કીએ સોશ્યલ મીડિયા ઠ ઉપર લખ્યું કે હોવિત્ઝર્સ એ એર ડીફેન્સ સીસ્ટીમ્સ પણ યુક્રેનને આપવા પ્રમુખ બાયેડને વચન આપ્યું છે. બંને નેતાઓ વચ્ચે ફોન ઉપર થયેલી વાતચીતમાં રશિયા દ્વારા કરાતા હુમલાની પણ ચર્ચા કરી હતી. આપૂર્વે રશિયાએ યુક્રેનના ટીવી ટાવર ઉપર પણ કરેલા હુમલાની પણ ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીતમાં યુક્રેનનની સલામતી વિષે પણ લંબાણપૂર્વક ચર્ચા થઇ હતી.

અમેરિકાની પ્રતિનિધિ સભાઓ (નીચલા ગૃહ) અમેરિકાના સાથીઓને કુલ ૯૫ અબજ ડોલરની લશ્કરી સહાયને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં યુક્રેનને સૌથી વધુ રકમની ૬૧ અબજ ડોલર ફાળવવામાં આવી છે. હવે તે પ્રસ્તાવને ઉપલાં ગૃહ સેનેટની મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *