લીધેલા ઓર્ડરો દરમિયાન સોનાના ભાવમાં તોતીંગ વધારો આવતાં

કડિયા કામનો ધંધો બરાબર ન ચાલતાં આર્થિક સંકડામણના લીધે જામનગરમાં યુવાનનો આપઘાત

ખંભાળિયા, જામનગર: ખંભાળિયામાં દાયકાઓથી સોની કામના વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા સોની વેપારીએ જલદ એસિડ ગટગટાવી લેતાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જામનગરમાં યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતા એક યુવાને આથક સંકડામણના કારણે જિંદગીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.

ખંભાળિયાના કલ્યાણ બાગ સોસાયટી વિસ્તારમાં રહેતા અને સોની કામની દુકાન ધરાવતા સોની વેપારી નીતિનભાઈ વૃજલાલ ગુસાણી (ઉ.વ. ૫૮)એ તેમના સોના-ચાંદીના વ્યવસાયમાં લીધેલા સોનાના ઓર્ડર દરમિયાન સોનાની ભાવમાં તોતિંગ વધારો આવી જતા તેઓ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ આથક ખેંચ અનુભવી રહ્યા હતા. આ પરિસ્થિતિમાં ચિંતાગ્રસ્ત હાલતમાં મુકાઈ ગયેલા અને આથક સંકળામણમાં આવી ગયેલા નીતિનભાઈ ગુસાણીએ તાજેતરમાં પોતાના હાથે જલદ એસિડ ગટગટાવી લીધી હતું, જેના કારણે તેમને ગંભીર હાલતમાં અહીંથી જામનગર અને ત્યાર બાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગ મૃતકના પુત્ર કરણ નીતિનભાઈ ગુસાણી (ઉ.વ. ૨૪)એ અહીંની પોલીસને જાણ કરી છે. જાણીતા વેપારીના આપઘાતના આ બનાવે મૃતકના પરિવારજનો સાથે સોની સમાજમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.

જામનગરમાં યોગેશ્વર નગર શેરી નંબર -૨માં રહેતા અને કડિયા કામ કરતા હરેશ પ્રવીણભાઈ ભટ્ટી નામના યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. આ બનાવ અંગે મૃતકની પત્ની પ્રીતિબેન હરેશભાઈ પટ્ટીએ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનના પી.એસ.આઇ. એમ. કે. બ્લોચ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પોલીસની પૂછપરછ દરમિયાન મૃતકની પત્નીએ જણાવ્યું હતું, કે તેના પતિનો હાલમાં કડિયા કામનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી આથક સંકડામણ ભોગવતા હતા, અને સતત ટેન્શનમાં રહેતા હતા, જે ટેન્શનના કારણે આપઘાતનું પગલું ભરી લીધું હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *