RR vs MI Sandeep Sharma: સંદીપ શર્માએ ઈજા બાદ પોતાની વાપસીને યાદગાર બનાવતા મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ચાર ઓવરોમાં માત્ર 18 રન આપીને પાંચ વિકેટ ખેરવી હતી. અંતિમ ઓવરમાં જ્યારે મુંબઈની ટીમ વધુ રન બટોરવાની ફિરાકમાં હતી ત્યારે સંદિપે ત્રણ વિકેટ ઝડપીને તેમના ઈરાદા પર પાણી ફએરવી દીધુ હતું. સંદિપની બોલિંગ એટલી શાનદાર હતી કે, તેણે અંતિમ ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા હતા. આ પહેલા મુંબઈની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ રાજસ્થાને એક તરફથી બોલ્ટ અને બીજી તરફથી સંદિપ શર્માને બોલિંગ આપી હતી. 

સંદિપ શર્માએ પાંચ વિકેટ ખેરવી કરી ધમાકેદાર વાપસી

સંદિપ શર્મા રાજસ્થાન તરફથી બીજી ઓવર ફેંકવા આવ્યો હતો. તેણે પહેલો શિકાર મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર ઈશાન કિશનને બનાવ્યો હતો. ઈશાન સેમસનના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવે સંદીપનો બીજો શિકાર બન્યો હતો. ઈનિંગની છેલ્લી ઓવર નાખવા આવેલા સંદિપે મુંબઈના બેટ્સમેનોને બિલકુલ છૂટ ન આપી. આ જ ઓવરમાં તિલક વર્માએ સંદીપના પહેલા બોલ પર રોવમેન પોવેલને કેચ આપી દીધી હતી. ત્યારબાદ સંદીપે ગેરાલ્ડ કોએત્ઝી (00) અને ટિમ ડેવિડ (03)ને આઉટ કરીને ઈનિંગ્સમાં પાંચ વિકેટ પૂરી કરી હતી.

તિલક અને વાઢેરાએ કરી શાનદાર બેટિંગ

આ પહેલા તિલક વર્માની અડધી સદી અને નિહાલ વાઢેરા સાથેની તેની અડધી સદીની પાર્ટનરશિપના કારણે મુંબઈ ઈન્ડિયન્સે ખરાબ શરૂઆતમાંથી બહાર નીકળીને IPLમાં સોમવારે રાજસ્થાન રોયલ્સ સામે નવ વિકેટ પર 179 રન બનાવ્યા હતા. વર્માએ 45 બોલમાં ત્રણ છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી 65 રનની ઈનિંગ રમવા ઉપરાંત વાઢેરા (49) સાથે પાંચમી વિકેટ માટે 99 રન જોડીને ટીમને ખરાબ શરૂઆતમાંથી બહાર કાઢી જે 52 રન પર ચાર વિકેટ ગુમાવ્યા બાદ સંકટમાં હતી. વાઢેરાએ 24 બોલનો સામનો કરીને ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *