– મારામારી કરનાર માતા-પુત્ર સામે હત્યાની ફરિયાદ નોંધાવાઇ
ધાંધલપુર ગામના નિશાળ ફળિયામાં રહેતા પરણીત યુવક પ્રવિણભાઈ મણીલાલ પટેલ (ઉ.વ ૩૦)ગામમાં રહેતા નટુભાઈ પટેલની દિકરીના લગ્નની પાધડી પ્રસંગે શહેરા તાલુકાના ઉંમરપુર ગામે ગયો હતો ત્યાંથી પાઘડી પતાવીને ઘરે આવ્યો હતો.તે દરમ્યાન ધાંધલપુર ગામનો જ જીતેન્દ્રભાઈ રમેશભાઇ પટેલ કોઈ કારણોસર પ્રવિણ પટેલને અપશબ્દો બોલવા લાગ્યો હતો અને પછીથી પ્રવિણ અને જીતેન્દ્ર બંને એકબીજા સામે જોરજોરથી બુમો પાડીને ઝઘડતા હતા.
આ દરમ્યાનમાં અચાનક જીતેન્દ્રભાઈ અને તેમની માતા રેખાબેન રમેશભાઈ પટેલે પ્રવિણભાઈને કહ્યુ કે ધતું આવુ બોલ્યો જ કેમ તેમ કહી જીતેન્દ્ર એ પ્રવિણનો ગળાનો ભાગ પકડી લીધો હતો.રેખાબેને પ્રવિણને પકડીને નીચે પાડી દઈ પ્રવિણ ઉપર ચઢીને રેખાબેન ચપ્પલ મારતી હતી.જીતેન્દ્ર પટેલે પ્રવિણભાઈનું જોરથી ગળું દબાવી રાખતા શ્વાસ રૂંધાવા લાગ્યો હતો.જેથી પ્રવિણભાઈની માતા તથા બહેને આવીને છોડાવવાની કોશીશ કરવા છતાં જીતેન્દ્રએ પ્રવિણનું ગળું દબાવી રાખતા શ્વાસ રૂંધાવાના કારણે પ્રવિણ મોતને ભેટયો હતો.
આ બનાવની જાણ શહેરા પોલીસને થતાં શહેરા પી.આઈ પોલીસ ગણ સાથે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી તથા મૃતક પ્રવિણના મૃતદેહને શહેરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જો કે ઘટના સંવેદનશીલ હોઈ પ્રવિણના મૃતદેહને વડોદરા ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.મૃતક પ્રવિણભાઈની માતા રમીલાબેન મણીલાલ પટેલે પ્રવિણને માર મારી મોત નિપજાવનાર જીતેન્દ્રભાઇ રમેશભાઈ પટેલ અને તેની માતા રેખાબેન રમેશભાઈ પટેલ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે હત્યાનો ગુનો નોંધીને એફ.એસ.એલ ની મદદ લઈ કાર્યવાહી હાથ ધરી હતી.હત્યાની ઘટનાની જાણ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકને તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જરૂરી સૂચનાઓ આપી હતી.