દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)નો જાની દુશ્મન અને દિલ્હીની તિહાર જેલમાં બંધ અંડરવર્લ્ડ ડૉન છોટા રાજન (Chhota Rajan)ની તાજેતરની તસવીર સામે આવી છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓએ વર્ષ 2015માં છોટા રાજનને વિદેશમાંથી પકડ્યો હતો ત્યારબાદ તેને ભારત લવાયો હતો, ત્યારે વર્ષ 2015 બાદની તેની પ્રથમ તસવીર સામે આવી છે. છોટા રાજનની જે બે તસવીરો સામે આવી છે, તેમાંથી એક ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ની છે અને બીજી તસવીર એમ્બ્યુલન્સ વાનની છે.

હાલ છોટા રાજન તિહાર જેલમાં બંધ

અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે, અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનનું કોરોનાથી મોત થયું છે. હાલ તે દિલ્હીની તિહાર જેલ નંબર-2માં બંધ છે. જેલ નંબર-2માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બંધ છે.

એક સમયે રાજન દાઉદનો ખાસ હતો

એક સમય એવો હતો કે, છોટા રાજન મોસ્ટ વોન્ટેડ અંડવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમની નજીકનો હતો. જોકે 1993માં બોંબ વિસ્ફોટની ઘટના બન્યા બાદ બંને વચ્ચે વિવાદ થયો હતો અને બંને જુદા થઈ ગયા હતા. ત્યારબાદ બંને વચ્ચે દુશ્મની એટલી બધી ગઈ કે, મુંબઈ, દુબઈ, નેપાળમાં ઘણા લોકોની હત્યાઓ થઈ. દાઉદનો ખાસ છોટા શકીલ આજે પણ છોટા રાજન પર હુમલો કરવા માટે ઘાત લગાવીને બેઠો છે.

છોટા રાજનની કેવી રીતે ધરપકડ થઈ?

ઈન્ડોનેશિયાના બાલી શહેરમાંથી 2015ની 25મી ઓક્ટોબરે છોટા રાજનની ધરપકડ કરવામાં આવી હતી. ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હોવાથી રાજનને ભારત લાવવામાં મુશ્કેલી પડી ન હતી. એવું કહેવાય છે કે, ડી કંપનીના ખતરાના કારણે રાજન પોતે ભારત આવવા માંગતો હતો. તેને ભારત લાવવા પાછળ સીબીઆઈ, ઈન્ટેલિજન્સ યુનિટ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો મોટો હાથ હતો. છોટા રાજનને કડક સુરક્ષા વચ્ચે વિશેષ વિમાન દ્વારા 2015ની છઠ્ઠી નવેમ્બરે સવારે દિલ્હીના પાલન એરપોર્ટ લવાયો હતો. રાજને વિમાનમાંથી ઉરતાની સાથે જ ભારતીય જમીનને ચુંબન કર્યું હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *