Lok Sabha Elections 2024 : તૃણમૂલ કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રા (Mohua Moitra Wealth) ફરી કૃષ્ણાનગર લોકસભા બેઠક (Krishnanagar Seat) પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ચૂંટણી એફિડેવિટ દાખલ કરી પોતાની આવક અને સંપત્તિનો ખુલાસો કર્યો છે. તેમણે એફિડેવિટમાં નાણાંકીય વર્ષ 2022-23માં 12 લાખ સાત હજાર 541 રૂપિયાની આવક કરી હોવાનું દર્શાવ્યું છે.
મોઈત્રા પાસે 3.5 કરોડ રૂપિયાની જ્વેલરી
મોઈત્રાએ પાંચ વર્ષ પહેલા પોતાની આવક 5,51,080 રૂપિયા દર્શાવી હતી. એફિડેવિટમાં જણાવ્યા મુજબ TMC ઉમેદવાર મોઈત્રા પાસે ઘણી મોંઘી જ્વેલરી પણ છે. તેમની પાસે 80 લાખ રૂપિયાની એક 4.2 કેરેટના હીરાની રિંગ, 9.41 લાખ રૂપિયાનું 150 ગ્રામ વજનનું ગોલ્ડ છે. તેમની પાસે એક 2.72 લાખનો ચાંદીનો ડિનર સેટ, 1.17 લાખ રૂપિયાનો એક ટી-સેટ, 30 લાખ રૂપિયાની કલાકૃતિ અને 80 હજાર રૂપિયાના આભૂષણ પણ છે. તેમણે તમામ ઘરેણાંની કિંમત 3,50,67,166.02 રૂપિયા દર્શાવી છે.
વિદેશમાં બેંક એકાઉન્ટ
તેમની પાસે અચલ સંપત્તિ, કૃષિ માટે જમીન કે રહેણાંક અથવા કોમર્શિયલ ભવન નથી, પરંતુ તેમણે ઘણા બેંક એકાઉન્ટ હોવાનો ખુલાસો કર્યો છે. તેમનું નેટવેસ્ટ ફ્લીટ સ્ટ્રીટ, લંડન, યુકેની બેંકોમાં એકાઉન્ટ છે, જેમાં 18 એપ્રિલ સુધીમાં કુલ 5,35,850 રૂપિયા જમા છે.
બે બેંકોમાં લાખોની FD
મોઈત્રાએ બે પ્રાઈવેટ બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ પણ કરેલી છે. એફિડેવિટ મુજબ તેમની પાસે એક 33,44,926 રૂપિયા અને બીજી 1,45,64,492 રૂપિયાની એફડી છે. તેમની સામે એક ગુનાહિત કેસ નોંધાયેલો છે, જેની હાલ તપાસ ચાલી રહી છે. તેમણે એમ પણ દર્શાવ્યું છે કે, તેમની વિરુદ્ધ CBIમાં પણ FIR નોંધાયેલી છે. મહુઆ મોઈત્રા પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી ટીએમસીની દિગ્ગજ નેતા છે અને તેઓ ફાયર સ્પીચ માટે પણ જાણીતા છે. થોડા મહિના પહેલા જ સંસદમાં પ્રશ્નના બદલે કેશ કેસમાં તેમની સંસદ પદ છિનવાઈ ગયું હતું.