અમદાવાદ, શનિવાર,20 એપ્રિલ,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા માર્ચ
તથા એપ્રિલ મહિનામાં શહેરની જુદી જુદી હોટલમાંથી લેવામાં આવેલા મલાઈ
, બટર ,પનીર ઉપરાંત વેજ
મન્યુરીયનના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે.એપ્રિલ મહિનાના બીજા
સપ્તાહમાં દુધ અને દુધની બનાવટ સહિત વિવિધ ખાદ્ય ચીજોના શંકાસ્પદ કુલ ૬૮ સેમ્પલ
લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ તરફથી માર્ચ અને
એપ્રિલ-૨૪ના સમયમાં શહેરની વિવિધ હોટલ
,રેસ્ટોરન્ટ
તથા અન્ય એકમમાંથી લેવામા આવેલા ખાદ્યચીજોના શંકાસ્પદ સેમ્પલ પૈકી કુલ નવ સેમ્પલ
સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામા આવ્યા છે.ઉપરાંત ૧૪થી ૨૦ એપ્રિલના સમયમાં કુલ ૬૮
શંકાસ્પદ સેમ્પલ લેવામા આવ્યા છે.આ સમયમાં કુલ ૧૪૦ એકમને નોટિસ આપવામા આવી
હતી.ખાદ્યતેલની તપાસ માટે ૧૪૨ ટી.પી.સી.ટેસ્ટ કરાયા હતા.રુપિયા ૪૬ હજાર વહીવટી
ચાર્જ ફુડ વિભાગ તરફથી અલગ અલગ એકમ પાસેથી વસૂલ કરાયો હતોે.

કોના-કયા સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ

નામ                            સેમ્પલ

વિજય ફલોર ફેકટરી,દરિયાપુર ભુંગળા

રસરાજ થાળ,સોલા              
બટર

ફુડ ઈન રેસ્ટોરન્ટ,લાલદરવાજા         પનીર

પ્રાઈમ સાગર હોટલ,કાલુપુર      પનીર

ફુડ ઈન રેસ્ટોરન્ટ,
લાલદરવાજા        મલાઈ

દીપ રેસ્ટોરન્ટ,સરસપુર       વેજ
મન્ચુરીયન ડ્રાય

લીલીવાડી કાઠીયાવાડી ટેસ્ટ,નિકોલ    પનીર ચીઝ બટર
મસાલા

ધ પોટેસ્ટ રેસ્ટોરન્ટ,
નિકોલ            ટોમેટો સોસ

શ્રી રામ ટ્રેડર્સ,વિરાટનગર             ફ્રાયમ્સ               

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *