Road Accident: રાજસ્થાનમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે જેમાં નવ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મારુતિ વાન અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી.
તમામ મૃતકો લગ્ન સમારોહમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા
રાજસ્થાન (Rajasthan)ના ઝાલાવાડ જિલ્લાના અકલેરા વિસ્તારમાં NH-52 પર મારુતિ વાન અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં નવ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તમામ મૃતકો મધ્યપ્રદેશમાં લગ્ન સમારોહમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. મારુતિ વાનમાં મુસાફરી કરી રહેલા લોકો રાજસ્થાનના ડુંગરગાંવ, બાગરી સમુદાયના હોવાનું કહેવાય છે જેઓ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તમામ મૃતકોના મૃતદેહને અકલેરા હોસ્પિટલના પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.
પોલીસે માહિતી આપી હતી
અકલેરા પોલીસ સ્ટેશનના પ્રભારી સંદીપ બિશ્નોઈ (Sandeep Bishnoi)એ જણાવ્યું હતું કે અકલેરા પાસેના ડુંગર ગામના બાગરી સમુદાયના લોકો શનિવારે તેમના સંબંધીના લગ્ન સમારોહમાં મધ્યપ્રદેશ ગયા હતા. લગ્નના સમારોહમાંથી ઘરે પરત ફરતી વખતે તેમની વાનને એક પૂરપાટ ઝટપે આવતા ટ્રકે ટક્કર મારતાં આ ભીષણ અકસ્માત થયો હતો. ઉલ્લેખનીય છે કે ટક્કર એટલી જોરદાર હતી કે મારુતી વાનનો કચ્ચઘાણ નીકળી ગયો હતો.