Vadodara News : વડોદરા મહાનગરપાલિકાના છાણી સ્થિત અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે કુલ 4 રૂમ “કૌશલ્ય પ્રાપ્ત સ્પેશ્યલ બાળકો” ના શૈક્ષણિક હેતુસર વધુ 7 વર્ષ માટે એક સંસ્થાને ટ્રેનિંગ સેન્ટર સેટઅપ માટે વિના-મૂલ્યે આપવા અગાઉ સ્ટેન્ડિંગ સમિતિએ અભિપ્રાય આપ્યો હતો અને કોર્પોરેશનની જનરલ બોર્ડની મંજૂરીની અપેક્ષાએ દરખાસ્ત મંજૂર કરી હતી.

આ દરખાસ્ત આજરોજ મળી રહેલ જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવી છે. ઓછી આવક ધરાવતા કુટુંબોના બાળકો કે જેઓ વિવિધ કુશળતા અને કસબ ધરાવે છે અને આવા કુટુંબો કે જેઓ તેઓના આ પ્રકારના કૌશલ્ય પ્રાપ્ત બાળકો માટે વિશેષ કોઈ ખર્ચ કરે તેવી શક્તિ ધરાવતા હોતા નથી. આવા સ્પેશિયલ બાળકોને ખાસ જરૂરિયાતો પૂરી પાડી તેઓને સુધારવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અહીં આવા બાળકોને ખાસ તાલીમ આપવામાં આવે છે અને તેઓની કૌશલ્યમાં કેમ વધારો થાય તેનો પ્રયાસ પણ કરવામાં આવે છે. આ કેન્દ્રનો આવા બાળકો વિશેષ લાભ લઈએ રહ્યા છે. ગુજરાત સરકારની પહેલ થી આ યોજના અંતર્ગત સંસ્થાને વડોદરામાં સ્પેશિયલ બાળકો માટે સેટઅપ થીયરી સેન્ટર તૈયાર કરવા છાણી સ્થિત અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે ચાર રૂમ ફાળવી આપવા કોર્પોરેશન દ્વારા 2017 માં મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરી સાત વર્ષ માટેની હતી. આ મંજૂરીનો સાત વર્ષનો સમય ગાળો પૂર્ણ થતા ફરી મંજૂરી માંગવામાં આવતા સ્ટેન્ડિંગ સમિતિના ઉક્ત નિર્ણય બાદ હવે અંતિમ મંજૂરી માટે દરખાસ્ત જનરલ બોર્ડમાં રજૂ થઈ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *