T20 World cup 2024: IPL 2024 પછી હવે T20 વર્લ્ડ કપ 2024 રમાશે. વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં આયોજિત થનારી આ ટુર્નામેન્ટની હાલ ખૂબ જ ચર્ચા થઇ રહી છે.  તેમજ ક્યાં ભારતીય ખેલાડીઓને સ્થાન મળશે તે બાબતે પણ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. 

મીટિંગની ચર્ચાને રોહિતે અફવા ગણાવી 

એવામાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે ટીમની પસંદગીને લઈને મીટિંગ કરી હોવાની ચર્ચાઓ થઇ રહી છે. પરંતુ હવે રોહિતે આ તમામ સમાચારોને અફવા ગણાવ્યા છે અને કહ્યું છે કે આવી કોઈ મીટિંગ થઈ નથી.

બે મુખ્ય મુદ્દાઓ પર થઈ ચર્ચા  

મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રોહિત, અગરકર અને દ્રવિડ વચ્ચેની બેઠક દરમિયાન બે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. અહેવાલો અનુસાર, પસંદગીકારો ઈચ્છે છે કે હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપની ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે IPLમાં વધુ બોલિંગ કરે. એવું કહેવાય છે કે આ મીટિંગમાં રોહિત શર્માની સાથે વિરાટ કોહલીને ઓપનિંગ બેટ્સમેન તરીકે ફિલ્ડ કરવા અંગે પણ ચર્ચા થઈ હતી.

પોડકાસ્ટમાં રોહિતે કરી સ્પષ્ટતા 

પરંતુ રોહિતે હવે સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ મીટિંગ થઈ નથી. રોહિતે માઈકલ વોન અને એડમ ગિલક્રિસ્ટ સાથે પોડકાસ્ટમાં કહ્યું, “હું કોઈને મળ્યો નથી. અજીત અગરકર ક્યાંક દુબઈમાં છે અને ગોલ્ફ રમે છે. દ્રવિડ બેંગલુરુમાં પોતાના બાળકોને રમતા જોઈ રહ્યો છે. સાચું કહું તો અમે મળ્યા નથી. મને લાગે છે કે અત્યારે, જ્યાં સુધી તમે કેમેરા સામે મારા, અગરકર, દ્રવિડ અથવા બીસીસીઆઈના કોઈપણ અધિકારી પાસેથી કંઈ સાંભળો નહીં, તો તેને ફેક ન્યૂઝ ગણો.”

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *