– ચાર
વર્ષમાં એપ્રિલમાં મહિનામાં રેકોર્ડબ્રેક 42.1 ડિગ્રી ગરમી : લઘુત્તમ તાપમાન વધીને 29 ડિગ્રીએ પહોંચ્યું
સુરત
સુરત
શહેરમાં સતત ત્રીજા દિવસે ઉતર દિશામાંથી ગરમ પવનનું મૌજુ ફરી વળતા આજે આ વર્ષનું રેકોડબ્રેક
૪૨.૧ ડિગ્રી તાપમાન નોંધાતા વર્ષનૌ સૌથી ગરમ દિવસ નોંધાતા આકાશમાંથી અગનગોળા વછુટતા
હોય તેવી ચામડી દઝાડતી ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.
દક્ષિણ
ગુજરાતમાં ગત અઠવાડિયે કમોસમી વરસાદની આગાહી કર્યા બાદ છુટોછવાયો વરસાદ નોંધાયા
પછી આ મહિને ગરમી વરસી રહી હોઇ તેવો આકરો તાપ પડી રહ્યો છે. આજે સુરત શહેરનું
અધિકતમ તાપમાન ૪૨.૧ ડિગ્રી,
લઘુતમ તાપમાન ૨૯.૦ ડિગ્રી, હવામાં ભેજનું
પ્રમાણ ૨૩ ટકા, હવાનું દબાણ ૧૦૦૬.૧ મિલીબાર અને ઉતર
દિશામાંથી કલાકના સાત કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. આમ આજે સુરતનું તાપમાન ૪૨
ડિગ્રી કૂદાવતા આખો દિવસ આકરી ગરમીનો અનુભવ થયો હતો. તો આ વર્ષનું આજે રેકોડબ્રેક
અધિકતમ તાપમાન નોંધાયુ હતુ. બપોરના સમયે તો શહેરમાં ૪૪ ડિગ્રી સુધી ગરમીનો પારો પહોચ્યો
હોવાથીે રસ્તાઓ પર એકલ દોકલ વાહનો નજરે પડતા હતા. ટુવ્હીલર કે મોપેડ પર જનારાઓ આગ
ઝરતી ગરમીથી બચવા માટેના વસ્ત્રો પહેરીને નિકળતા નજરે પડયા હતા. આગામી ચાર-પાંચ
દિવસ સુધી સુરત શહેરમાં આગ ઝરતી ગરમી પડે તેવી શકયતાઓ હોવાથી સુરત જિલ્લા ડિઝાસ્ટર
મેનેજમેન્ટ દ્વારા હીટવેવથી બચવા માટે માર્ગદર્શિક જાહેર કરાઇ છે.
છેલ્લા દસ
વર્ષનુ સુરત શહેરનું તાપમાન
વર્ષ હાઇએસ્ટ ( ડિગ્રી)
૨૯/૪/૧૩ ૪૧.૦
૨૪/૩/૧૪ ૪૧.૮
૨૦/૪/૧૫ ૪૨.૨
૧૮/૫/૧૬ ૪૧.૫
૧૩/૪/૧૭ ૪૩.૦
૨૭/૩/૧૮ ૪૧.૮
૨૯/૪/૧૯ ૪૩.૬
૧૪/૪/૨૦ ૪૧.૮
૨૬/૪/૨૧ ૪૦.૮
૨૯/૪/૨૨ ૪૨.૦
૧૨/૫/૨૩ ૪૨.૬
૧૭/૪/૨૪ ૪૨.૧