image : Freepik
Accident Case Vadodara : વડોદરા શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં લહેરીપુરા ગેટ પાસે ગઈકાલે રાત્રિના સમયે બાઇક પર સવાર ત્રણ યુવકોને એક કાર ચાલકે અડફેટે લીધા હતા. જે બાદ આ કાર ચાલક દૂધવાળા મહોલ્લા પાસે ગાડી લાવીને ઉભો રહ્યો હતો. જે બાદ અડફેટે આવેલા ત્રણ પૈકી બે યુવાનો કાર ચાલકને સમજાવવા જતા કાર ચાલકે ગાડીમાંથી ડંડો કાઢી તેઓના ઉપર હુમલો કર્યો હતો અને જોત જોતામાં તકનો લાભ લઇ કારચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરાતા પોલીસનો કાફલો મામલો અહીં દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા કાર ચાલકને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જાણવા મળ્યા મુજબ ઘાયલ થયેલા ત્રણ પૈકી એક યુવકને ફેક્ચર થયું છે.