અમદાવાદ, સોમવાર
શહેરના પાલડીમાં આવેલી
વિજય રથ સોસાયટીમાં રહેતા અને કેમીકલના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ પર
૨૧ વષીય યુવતી પર દુષ્કર્મ કરવાનો આરોપ લગાવતી ફરિયાદ બોપલ પોલીસ મથકે નોંધવામાં
આવી છે. ૪૯ વર્ષનો પારસ શાહ
ઇન્સ્ટાગ્રામથી યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને તેને ઇવેન્ટમાં કામ અપાવવાની લાલચ
આપીને ફાર્મ હાઉસ પર લઇને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે બોપલ પોલીસે તપાસ શરૂ કરી
છે. શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય યુવતી આશરે એક મહિના પહેલા
ઇન્સ્ટાગ્રામ પર પાલડી શાંતિવનમાં આવેલી વિજય રથ સોસાયટીમાં રહેતા ૪૯ વર્ષીય પારસ
શાહના સંપર્કમાં આવી હતી. તેણે મિત્રતા કેળવી યુવતીને નોકરી અપાવવાની ખાતરી આપી
હતી. ત્યારબાદ એકથી બે વાર કોફી માટે બોલાવી હતી. તે પછી ૨૫મી માર્ચના રોજ યુવતીને
ઇવેન્ટમાં નોકરી અપાવવાનું કહીને ઇસ્કોન ચાર રસ્તા પર બોલાવી હતી અને તેને
મણીપુરમાં આવેલા પ્રાર્થના ઉપવન નજીકના ફાર્મ હાઉસ પર લઇ ગયો હતો. જ્યાં યુુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. સાથેસાથે
ધમકી આપી હતી કે આ વાત કોઇને કહેશે તો તે યુવતીને બદનામ કરી દેશે. જો કે યુવતીએ હિંમત કરીને છેવટે બોપલ પોલીસ
મથકે ફરિયાદ નોંધાવી હતી. પારસ શાહ કેમીકલના વ્યવસાય સાથે જોડાયેલો છે અને તેની
સામે અન્ય ગુના પણ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.